• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

ખાંડ કડવી: જથ્થાબંધ વપરાશકારો માટે 15 દિવસની સ્ટોક મર્યાદા

ડયુટી ફ્રી કાચી ખાંડની આયાતને મંજૂરી, સળગેલા ભાવને કાબૂમાં લાવવા સરકાર સક્રિય

નવી દિલ્હી, તા.20: ચા કરતાં કીટલી ગરમ કહેવત હવે બદલીને ભાવનાં સંદર્ભમાં ચા કરતાં ખાંડ ગરમ કરી નાખવી પડે તેવી હાલત છે. રક્ષાબંધન, ગણેશોત્સવ, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો હવે ઢૂંકડા છે ત્યારે સરકારે અત્યારથી જ ખાંડનાં ભાવને કાબૂમાં રાખવાનાં પગલા ભરવાં માંડયા છે. જેમાં જથ્થાબંધ વપરાશકારો માટે 1પ દિવસની સ્ટોક મર્યાદા નાખી દેવામાં આવી છે. આ ઉપરાંત ડયુટી ફ્રી કાચી ખાંડની આયાતને મંજૂરી મળી છે.

દેશનાં અનેક ભાગોમાં ખાંડનો ભાવ 65 રૂપિયા થઈ ગયો છે. તહેવારો માથે છે ત્યારે તેનો વપરાશ વધવાનું નિશ્ચિત છે અને તેનાં હિસાબે ખાંડનાં ભાવ બેકાબૂ બનવાની ભીતિ છે. જેને કાબૂમાં રાખવા માટે સરકાર અત્યારથી જ કમર કસવા માંડી છે. કેન્દ્ર સરકારે ખાંડ મિલો પાસેથી 17, 18 અને 19 ઓગસ્ટ 2026નાં રોજ થયેલા ખાંડનાં વેપારનો સમગ્ર ચિતાર માગ્યો છે. ખાંડ મિલોએ પ્રત્યેક સોદામાં કેટલો માલ, ક્યાં ભાવે વેંચાયો તેની જાણકારી આપવાની થશે.

ઇ-પેપરના નવા શુલ્ક