• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

યુવાનો માટે બેંકો પોતાની છબી બદલે

-નાણામંત્રી સીતારામને સરકારી બેંકોને આપી મોટા બદલાવની સલાહ

નવી દિલ્હી, તા. 19 ભારતની જાહેર ક્ષેત્રની બેંકોએ દેશના યુવાનો વચ્ચે પોતાની જૂની ઈમેજ બદલીને-‘કૂલ બનવાની જરૂર છે તેવી સ્પષ્ટ ટકોર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કરી છે. નવી દિલ્હી ખાતે આયોજિત બે દિવસીય ઙજઇ ઈજ્ઞક્ષરહીયક્ષભય 2026 કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, બાંકિંગ ક્ષેત્રમાં જરૂરી ગંભીરતા, નિયમો અને પ્રુડન્શિયલ સ્ટાન્ડર્ડ્સ સાથે કોઈ સમજૂતી કર્યા વિના સરકારી બેંકોએ યુવા પેઢીની જરૂરિયાતો મુજબ વધુ આધુનિક બનવું પડશે. સંદર્ભમાં તેમણે 16 વર્ષથી વધુ વયના યુવાનોને જોડવા માટે 2 ઓક્ટોબરથી એક મહિનાનું વિશેષ અભિયાન શરૂ કરવા આહ્વાન કર્યું હતું.

નાણામંત્રીએ પોતાના સંબોધનમાં ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે, યુવાનોમાં સરકારી બેંકો પ્રત્યે હજુ પણજૂની સરકારી બેંક જેવી છાપ પ્રવર્તે છે.

ઇ-પેપરના નવા શુલ્ક