-િવજયનો શ્રેય સુથાર અને પડીક્કલને આપ્યો
ગોલ, તા.19ઃ શ્રીલંકા સામેની જીત બાદ ભારતીય કપ્તાન શુભમન ગિલે કહ્યું ટીમની 600મા ટેસ્ટમાં જીત ઘણી ખાસ અને સંતોષજનક છે. કપ્તાન ગિલે મેચના હિરો માનવ સુથાર અને દેવદત્ત પડીક્કલની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે કહ્યું માનવ શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તે ઘણો પ્રતિભાશાળી ખેલાડી છે. આ એવો ખેલાડી છે જે લાંબા સમય સુધી ભારત તરફથી રમી શકે છે. જયારે પડીક્કલ વિશે કહ્યું તેની પહેલી દાવની 167 રનની ઈનિંગ ઘણી મહત્ત્વની હતી. તેને બેટિંગ કરતો જોવો શાનદાર અનુભવ છે. ડબ્લ્યૂટીસી ફાઇનલમાં પહોંચવાના સવાલ પર કપ્તાન ગિલે કહ્યું કોઇ પણ ટેસ્ટ મેચ જીતવો આસાન નથી હોતો. ગોલ જેવા મેદાન પરની જીત સુખદ અહેસાસ છે. અહીંની ખરાબ મોસમને લીધે અમે મેચ જીતશું કે નહીં, તે અનિશ્ચિત હતું, પણ આખરે અમે મેચ કબજે કર્યો. ભારતીય ટીમનું મુખ્ય અને અંતિમ લક્ષ્ય ડબ્લ્યૂટીસી ટ્રોફી જીતવી છે.