અમરેલી,
તા.19 : જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે માણસા રોડ ઉપર રહેતા 65 વર્ષીય વૃદ્ધ ખેડૂત સોંડાભાઈ
વાલાભાઈ શિયાળે હેમાળ ગામના જમીન માલિક આરોપી મનજીભાઈ રામભાઈ પરમાર સાથે રૂ. 80,00,000
માં 11 વીઘા જમીનનો કબ્જા બાનાખત સાથેનો સોદો કર્યો હતો, જેમાં આરોપીએ પોતાની હિસ્સાની
જમીન સ્વતંત્ર નામે કરાવી દસ્તાવેજ કરી આપવાનું કહીને બાદમાં તે જમીનમાંથી અમુક ભાગ
અન્ય ઇસમ કમળાબેન નટુભાઈ ખુમાણ (રહે. લુણસાપુર)ના નામે વેચાણ દસ્તાવેજ નં. 517 તા.
27/8/24 તથા વેચાણ દસ્તાવેજ નં. 550 તા. 21/9/24 થી કરી દીધો હતો. વૃદ્ધ ખેડૂતની જાણ
કે સહમતી વગર જમીન અન્યને વેચી દઈને આરોપીએ આજાદિન સુધી દસ્તાવેજ ન કરી આપી વાયદાઓ
કર્યા હતા અને બાનાની કુલ રૂપિયા 80,00,000 ની માતબર રકમ બદઇરાદાથી ઓળવી જઈ ઠગાઈ આચરતા
આ અંગે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.