• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

નિરજ ચોપરાની નજર ડાયમંડ લીગના ફાઇનલ પર

આજથી લુસાને ડાયમંડ લીગનો પ્રારંભ

લુસાને, તા.20: ભારતનો સ્ટાર એથ્લેટ નિરજ ચોપરાનો ફરી એકવાર શ્રીલંકાના ઉભરતા ભાલા ફેંક ખેલાડી રમેશ પથિરાગેનો શુક્રવારથી શરૂ થનાર લુસાને ડાયમંડ લીગમાં સામનો થશે. આ દરમિયાન નિરજની નજર ડાયમંડ લીગના ફાઇનલમાં જગ્યા બનાવવા પર રહેશે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સે રમેશે ગોલ્ડ અને નિરજે સિલ્વર મેડલ જીત્યા હતા. તેના ત્રણ સપ્તાહ પછી બન્ને ફરી આમને-સામને હશે. નિરજ ચોપરા ઇજા બાદ વાપસી કરી રહ્યો છે. ગ્લાસગોમાં તે પૂરી રીતે ફિટ ન હતો. આમ છતાં 8પ.83 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. લુસાને ડાયમંડ લીગમાં પાક. ખેલાડી અરશદ નદીમ, જર્મનીના જૂલિયન વેબર, ગ્રેનેડાના એન્ડરસન પીટર્સ, ત્રિનિદાદના કેશોન વોલકોટ જેવા ખેલાડીઓનો પડકાર પણ નિરજની સામે રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક