• સોમવાર, 13 જુલાઈ, 2026

ગાંધીનગરમાં એક જ દિવસમાં 1.25 કરોડ વૃક્ષારોપણ!

અમદાવાદને રૂ.405 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ગાંઘીનગરમાં 101 ઓક્સિજન પાર્ક, 155 એસી ઇલેક્ટ્રિક બસોનું કરાયું લોકાર્પણ

ભાડજ ખાતે એક કલાકમાં 3.51 લાખ વૃક્ષારોપણ કરી એએમસીએ સ્થાપ્યો વિશ્વવિક્રમ

(અમારા પ્રતિનિધિ તરફથીઅમદાવાદ, તા. 12 ગુજરાતની મુલાકાતે આવેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાિમશન ફાઇવ મિલિયન ટ્રી અંતર્ગત  અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂ. 405 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 અૉક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ-એટીએમએસ બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતુંબીજીતરફ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં એક કલાકમાં મિયાવાંકી પદ્ધતિથી 3.61 લાખ વૃક્ષારોપણ કરીને ગિનીસ વર્લ્ડ બુક રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ શહેરમાં પર્યાવરણના સંરક્ષણ અને પૃથ્વીના સંવર્ધન માટે એક અભૂતપૂર્વજન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે એક દિવસમાં 1,25,93,513 વૃક્ષ રોપવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરીને એક નવો વિક્રમ સ્થાપવાની નેમ વ્યક્ત કરી હતી.

સાથે અમદાવાદના ત્રણેય લોકસભા વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગથી 50 લાખ વૃક્ષ વાવવાનું મહત્ત્વાકાંક્ષી અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાએક પેડ મા કે નામ આહ્વાનથી પ્રેરાઈને અભિયાન હવે એક જન આંદોલન બની ગયું છે. માત્ર ગાંધીનગર લોકસભાના 1,37,812 નાગરિકોએ પોતાની સોસાયટીમાં પાંચ-પાંચ વૃક્ષ રોપવાનો સંકલ્પ લીધો છે. જ્યારે અમદાવાદ શહેરના અન્ય સંસદીય વિસ્તારોના પણ 28,544 નાગરિકોએ સંકલ્પ લીધો છે.

તેમણે વડાપ્રધાનના વન સાથે જન અને પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર દોહરાવતા કહ્યું કે તમામ વૃક્ષોમાં ગોરસ આંબલી, સીસમ, વડ, પીપળો વગેરેનો સમાવેશ થાય છે. જે પ્રત્યેક વૃક્ષ ઓછામાં ઓછું 100 વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવે છે. આમ, આજે રોપેલાં વૃક્ષો આવનારી અનેક પેઢીઓને છાંયડો આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ગોતા ગોધાવી કેનાલ, ભાડજ; સવન્નાહ પાર્ટી પ્લોટ, સરખેજ, એન.ડી.ડી.બી પ્લોટ, વાડજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કરવાનું નવું દિશાદર્શન આપ્યું છે. વડાપ્રધાનએ આપેલા વન સાથે જન અને પ્રકૃતિ સાથે પ્રગતિના અભિગમને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, ‘એક પેડ મા કે નામ 2.’ અભિયાન અંતર્ગત રાજ્યમાં 10.96 કરોડ વૃક્ષો, શહેરોમાં ઓક્સિજન પાર્કના નિર્માણ અને 82 જેટલાનમો વનમાં 14 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને શહેરોમાં ગ્રીન કવર વધારામાં આવ્યું છે.

વૃક્ષારોપણ

વિધાનસભા      વૃક્ષોની સંખ્યા

ગાંધીનગર ઉત્તર          21,23,459

ઘાટલોડિયા      4,46,996

કલોલ              16,64,675

નારણપુરા        79,400

સાબરમતી       1,43,192

સાણંદ 52,64,504

વેજલપુર          3,87,800

 

 

ઇ-પેપરના નવા શુલ્ક