• સોમવાર, 13 જુલાઈ, 2026

ફીફા વર્લ્ડ કપમાં પહેલીવાર ટોચના ક્રમની 4 ટીમ સેમિ ફાઇનલમાં

ન્યૂયોર્ક, તા.12 ફીફા વર્લ્ડ કપ-2026નો સેમિ ફાઇનલનો તખતો ઘડાઈ ચૂક્યો છે. ટૂર્નામેન્ટની આખરી ચાર ટીમ ફિક્સ થઈ ગઈ છે. સાથે એવો રેકોર્ડ બન્યો છે જે પાછલા 96 વર્ષના ફીફા વર્લ્ડ કપના ઈતિહાસમાં બન્યો નથી. ફીફા ક્રમાંકની ટોચની ચાર ટીમ ફ્રાંસ (નંબર-1), આર્જેન્ટિના (નંબર-2), સ્પેન (નંબર-3) અને ઇંગ્લેન્ડ (નંબર-4) સેમિ ફાઇનલમાં પહોંચી છે. વર્લ્ડ કપમાં મોટાભાગે ટોચના ક્રમની ટીમો ઉલટફેરનો ભોગ બની બહાર થતી જોવા મળે છે, પણ વખતે ફીફા વિશ્વ ક્રમાંકની ટોચની ચાર ટીમ સેમિ ફાઇનલમાં પ્રવેશી છેસેમિ ફાઇનલમાં પહોંચનારી ત્રણ ટીમ યુરોપીયન છે જ્યારે આર્જેન્ટિના . અમેરિકી ટીમ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક