• સોમવાર, 13 જુલાઈ, 2026

નવા મતદારોએ નોંધણી સમયે આપવી પડશે જઈંછની વિગત

નવી દિલ્હી, તા. 12 દેશમાં મતદાર યાદીમાં નામ જોડાવવાની પ્રક્રિયામાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. ચૂંટણી પંચે નવા મતદારોની નોંધણી માટે ઉપયોગમાં લેવાતાફોર્મ-6’ના ઓનલાઇન વર્ઝનમાં એક નવો જોગવાઈ ઉમેરવાની તૈયારી કરી છે. જેના હેઠળ હવે આવેદકોએ પોતાનાં માતા-િપતા અંગે મતદાર યાદીના છેલ્લા એસઆઇઆર દરમિયાનની સ્થિતિની જાણકારી આપવી પડશે. જો કે ફોર્મ-6માં સંશોધન અંગે ચૂંટણી પંચે હજી સુધી કોઈ કાનૂની ઉપાય કર્યો નથી.

ચૂંટણી પંચે ઇસીઆઇએનઇટી પોર્ટલ ઉપર જે નવું ફોર્મ અપલોડ કર્યું છે, તેમાં એક ટેકનિકલ બદલાવ સાફ જોઈ શકાય છે. પોર્ટલ ઉપર રહેલા ફોર્મના પાર્ટ જે અને કે વચ્ચે એક અક્ષર વિનાનું ડિક્લેરેશન ફોર્મ જોડવામાં આવ્યું છે. ઘોષણા પત્ર આવેદક પાસે ગત એસઆઇઆરમાં તેની અથવા માતા-િપતાની પૂરી જાણકારી માગે છે. જો કે ઓફલાઇન ફોર્મ ભરીને જમા કરવવા માટે ફોર્મ-6ની કોપી ડાઉનલોડ માટે છે, તેમાં એસઆઇઆર સંબંધિત હિસ્સો સામેલ કરવામાં આવ્યો નથી. એટલે કે જે લોકો ઓફલાઇન ફોર્મ જમા કરશે તેઓએ નવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહી. ઓનલાઇન ફોર્મ ભરતા આવેદકોએ નવી માહિતી આપવી પડશે.

ફોર્મનો નવો હિસ્સો એવાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઓનલાઇન આવેદકોને જોવા મળી રહ્યો છે જ્યાં વર્ષ 2025-26મા એસઆઈઆરની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે અથવા અમુક રાજ્યોમાં હજી ચાલી રહી છે. પૂરી પ્રક્રિયામાં માત્ર બિહાર સામેલ નથી. બિહાર પૂરા દેશનું પહેલું રાજ્ય હતું જ્યારે એસઆઇઆર થયું હતું. ટેકનિકલ રીતે નવા ફોર્મની કોલમને અનિવાર્ય શ્રેણીમાં રાખવામાં આવી નથી. જો કે તેને ભર્યા વિના ફોર્મ સબમિટ પણ થઈ શકતું નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક