• મંગળવાર, 14 જુલાઈ, 2026

જેતપુરમાં રૂ.3.25 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખસ ઝડપાયાં

ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ચોર ખાનામાં દારૂ છુપાવ્યો’તો : રાજકોટ ગ્રામ્ય એલસીબીની મોટી સફળતા

જેતપુર તા.12 :  રાજકોટ રૂરલ એલસીબી જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતી ત્યારે તેમને અંગ્રેજી દારૂની મળેલ બાતમીને આધારે રેડ કરતા  ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ખાસ ચોર ખાનામાંથી રૂ. 3,25,800 ની કિંમતની વિદેશી દારૂની 708 બોટલો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનારા અને મોકલનાર અન્ય બે ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટ રૂરલ એલસીબીની ટીમ કોમ્બિગ નાઈટ રાઉન્ડ અને પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે જેતપુરના દાસીજીવણપરા વિસ્તારમાં અમુક ઇસમો એક ટ્રેક્ટરમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ખાલી કરી સગેવગે કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે રેઇડ કરી એક ટ્રેક્ટર’ અને ટ્રોલી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. ટ્રોલીના ચેસીસના ભાગે તપાસ કરતા ત્યાં અત્યંત ચાલાકીપૂર્વક બનાવેલું એક ગુપ્ત ચોર ખાનું મળી આવ્યું હતું.

આ ચોર ખાનું ખોલીને તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 708 નંગ ઇંગ્લીશ દારૂની બોટલો (કિંમત રૂ. 3,25,800/-) જપ્ત કરવામાં આવી હતી. પોલીસે દારૂ, ટ્રેક્ટર-ટ્રોલી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 8,95,600/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને સાથે બાબુલાલ  સોલંકી (રહે. રાજસ્થાન) રાજશાહ ગોહેલ સાગરભાઈ પરમાર (રહે. બંને જેતપુર વાળાઓ)ની ધરપકડ કરી હતી. જ્યારે પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલનાર પદમારામ ઉર્ફે ગોપાલ તેમજ દારૂ મંગાવનાર પરેશ મકવાણાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક