• સોમવાર, 13 જુલાઈ, 2026

ભ્રષ્ટાચાર વિરોધી બિલ ઃ ઙખ-ઈખ હટાવવાની જોગવાઈ ઉપર ઉઠÎા સવાલ

સૂચનોમાં જોગવાઈ સંવૈધાનિક રીતે સમસ્યાગ્રસ્ત ગણાવાઈ ખોટા આરોપો આધાર બને તેના ઉપર ચિંતા

નવી દિલ્હી, તા. 12 ભ્રષ્ટાચાર વિરોધી બિલ ઉપર સૂચનોને અપનાવવા માટે સંસદીય સમિતિએ પ્રક્રિયા શરૂ કરી છે. જેના ડ્રાફ્ટ રિપોર્ટમાં માનવામાં આવ્યું છે કે મોટાભાગના હિતધારકોએ વડા પ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીઓના સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેવા ઉપર પદથી હટાવવાની જોગવાઈનેસંવૈધાનિક રૂપથી સમસ્યાગ્રસ્ત માની છે કારણ કે તેનો કોઈના દોષિત ઠેરવવાના ન્યાયિક પરિણામથી કોઈ સંબંધ નથી.

સૂત્રો અનુસાર ડ્રાફ્ટ રિપોર્ટમાં એક સૂચન એવું પણ છે કે બિલમાંસનસેટ અથવાઓટોમેટિક રિવર્સલની જોગવાઈ હોય. જેના હેઠળ જો કોઈ વ્યક્તિને મુક્ત કરવામાં આવે અથવા અભિયોજન પક્ષ નક્કી સમયમાં કેસ આગળ વધારી શકે તો પદ સંભાળવા ઉપર લાગેલી રોક આપોઆપ ખતમ થાય. જોગવાઈથી સુનિશ્ચિત થઈ શકશે કે સાબિત થયા વિનાના આરોપના આધારે કોઈને હટાવવાની પ્રક્રિયા હકીકતમાં હંમેશાં માટે પદ ઉપર અયોગ્ય ઠેરવવાના નિર્ણયમાં બદલાય. પેનલના મોટાભાગના સભ્યોના સમર્થનથી ડ્રાફ્ટ રિપોર્ટમાં ફેરફાર થઈ શકે છે. એક વખત ફેરફાર અપનાવ્યા બાદ ખરડાને લોકસભામાં રજૂ કરવામાં આવશે.

30 દિવસની ધરપકડની જોગવાઈ ઉપર વાંધા છતાં ડ્રાફ્ટ રિપોર્ટનાં સૂચનોમાં પ્રસ્તાવમાં કોઈ ખાસ બદલાવ કરવામાં આવ્યો નથી. તેના બદલે બદનામી અથવા દોષી થવાની ધારણાથી બચવા માટે પદથી હટાવવાને બદલે સસ્પેન્શન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે ગૃહ મંત્રાલયે પોતાના જવાબમાં સસ્પેન્શન શબ્દ ઉપર પણ વાંધો ઉઠાવ્યો છે. જેમાં તર્ક અપાયો છે કે સસ્પેન્શન અસ્થાયી સ્થિતિ છે. જેનાથી વ્યક્તિ પદનો કાનૂની હક, રેન્ક અને દરજ્જો રાખે છે પણ કર્તવ્યનું પાલન કરતા રોકી દેવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક