• સોમવાર, 06 જુલાઈ, 2026

ઇન્સ્ટાગ્રામમાં બતાવાતા હતા બાળકોના અશ્લીલ વીડિયો : સરકારની નોટિસ મેટાને તાકીદે અયોગ્ય વિજ્ઞાપનો હટાવવા આદેશ : અધિકારીઓ તલબ કરાશે

નવી દિલ્હી, તા. 5 : છેલ્લા અમુક દિવસથી મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચર્ચામાં છે. પહેલા વોટ્સએપને યુઝરનેમ ફિચર માટે સરકારની નોટિસ મળી હતી અને હવે ઇન્સ્ટાગ્રામ ઉપર સરકારે કડકાઈ બતાવી છે. સૂત્રો અનુસાર આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંત્રાલયના અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે મેટાને તલબ કરવામાં આવે. આ કદમ ઇન્સ્ટાગ્રામની વિજ્ઞાપનો મામલે છે, જેમાં કથિત રીતે બાળકોનાં યૌન શોષણ સંબંધિત સામગ્રીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર મંત્રાલય આ મામલે મેટા પાસે જવાબ માગશે અને આવી જાહેરાતો હટાવવા શું પગલાં ભર્યાં છે તેની જાણકારી માગવામાં આવશે.

કેન્દ્ર સરકારે મેટાને નોટિસ જાહેર કરીને બાળકોનાં યૌન શોષણ સંબંધિત સામગ્રીને પ્રોત્સાહન આપતી ઇન્સ્ટાગ્રામ વિજ્ઞાપનોને તરત જ હટાવવા આદેશ આપ્યો છે. હકીકતમાં એક તપાસમાં સામે આવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામે સીએસએએમ (બાળકોનાં યૌન શોષણ સંબંધિત સામગ્રી)ને પ્રોત્સાહન આપતા વિજ્ઞાપનો બતાવ્યાં છે. આ વિજ્ઞાપનો મારફતે યુઝર્સને ટેલીગ્રામ ચેનલો ઉપર મોકલવામાં આવતા હતા. જ્યાં માત્ર 99 રૂપિયામાં અવૈધ સામગ્રી વેચવામાં આવતી હતી.

જો કે ઇન્સ્ટાગ્રામના વિજ્ઞાપન મેટાનાં મોડરેશન સિસ્ટમથી મંજૂર કરવામાં આવે છે. એક એજન્સીએ ધ્યાન દોરતા મેટાએ કહ્યું હતું કે આવી વિજ્ઞાપન કોમ્યુનિટી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરતી નહોતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વેરાવળનાં સ્મશાનની ગેસ ભઠ્ઠી સપ્તાહથી બંધ : મૃતદેહનો મલાજો ન જળવાતા કચવાટ July 06, Mon, 2026