ગુરનુર બ્રારની 10 વિકેટ
ગાલે
તા.પ: પ્રતિભાશાળી ઝડપી બોલર ગુરનુર બ્રારની કુલ 10 વિકેટની મદદથી શ્રીલંકા એ ટીમ સામેના
બીજા બિન સત્તાવાર ટેસ્ટ મેચમાં ઈન્ડિયા એ ટીમનો 10 વિકેટે સરળ વિજય થયો હતો. મેચના
આજે ચોથા અને અંતિમ દિવસે શ્રીલંકા એ ટીમ બીજા દાવમાં 209 રને ઓલઆઉટ થઇ હતી. આથી ઈન્ડિયા
એ ટીમને જીત માટે 33 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જે વિના વિકેટે હાંસલ કરી
લીધો હતો. ગુરનુર બ્રારે બીજા દાવમાં 6 વિકેટ લીધી હતી. પહેલા દાવમાં તેને 4 વિકેટ
મળી હતી. સાઇ સુદર્શનના 168, દેવદત્ત પડીક્કલના 94 અને સારાંશ જૈનના 70 રનથી ભારતના
પહેલા દાવમાં પ43 રન બન્યા હતા. આ પહેલા શ્રીલંકા ટીમ તેના પહેલા દાવમાં 366 રને ઓલઆઉટ
થઇ હતી. શ્રીલંકા એ તરફથી પહેલા દાવમાં સહન અરાચિગે 127 રન કર્યાં હતા.