જામનગર,તા.21:જામનગરમાં જૂની અદાવતના ખારને લઈ એક યુવક પર જાહેર માર્ગ પર ચાલતી રિક્ષામાંથી ધારીયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવકના ગળાના આગળ અને પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી શહેઝાદભાઈ સલીમભાઈ મકરાણી
નોંધાવેલી ફરિયાદ મુજબ તા.20ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે તેઓ પોતાના મિત્ર નઈમ
યુસુફભાઈ બ્લોચ સાથે મોટરસાયકલ પર પવનચક્કી વિસ્તારથી પોતાના ઘરે જઈ રહ્યા હતા.તે દરમિયાન
હર્ષદ મિલની ચાલી પાસે રજવાડી હોટલ સામે પહોંચતા પાછળથી આવેલી એક રિક્ષા તેમની બાજુમાં
આવી હતી. રિક્ષાની પાછળની સીટમાં બેઠેલા કામીલ જાનમામદ બ્લોચ ના હાથમાં લોખંડનું ધારીયું
હતું. આરોપીએ ચાલતી રિક્ષામાંથી જ ફરિયાદીના ગળાના આગળના ભાગે ધારીયાનો ઘા ઝીંક્યો
હતો. હુમલાથી ફરિયાદીએ મોટરસાયકલની ગતિ ધીમી કરી દેતા રિક્ષા પણ ધીમી પડી હતી.
આ દરમિયાન કામીલ બ્લોચ રિક્ષામાંથી
નીચે ઉતરી આવ્યો હતો અને ધારીયાનો બીજો ઘા ફરિયાદીના ગરદનના પાછળના ભાગે માર્યો હતો.
હુમલાના કારણે પાછળ બેઠેલા મિત્ર નઈમ નીચે પડી ગયા હતા. ત્યારબાદ આરોપીએ ફરી એક વખત
ધારીયાનો ઘા મારી ફરિયાદીના ડાબા ખભાના ભાગે ઇજા પહોંચાડી હતી.પોલીસે ગુનો નોંધી કાયદેસર
કાર્યવાહી હાથ ધરી હતી.
ફરાર આરોપી ઝડપાયો : જામનગરના
ફોજદારી કેસ અંતર્ગત કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના મૂળ વતની ભરતભાઈ દેવદાનભાઈ બાલસરા
સામે જારી કરાયેલ સજા વોરંટની બજવણી કરવાની હતી. જોકે આરોપી છેલ્લા દોઢ વર્ષથી સજાની
કાર્યવાહીથી બચવા ફરાર થઈ ગયો હતો. કાલાવડ ગ્રામ્ય પોલીસે બાતમી અને ટેકનિકલ માહિતીના
આધારે તપાસ ચલાવી રાજકોટ જિલ્લાના પરા પીપળીયા ગામેથી ભરતભાઈ દેવદાનભાઈ બાલસરા મૂળ
રહેવાસી ખંઢેરા ખાતેથી ઝડપી લીધો હતો.