વર્ષ 2020માં મકાન વેચાણનાં નાણાં પડાવીને વિશ્વાસઘાત, પોલીસે ગુનો દાખલ કર્યો
ભાવનગર, તા.21 : ભાવનગર જિલ્લાના
વલભીપુરના આશીર્વાદ ફૂલવાડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત અધિકારી મનિષ ત્રિવેદી સાથે તેમના
જ મિત્રએ 15 લાખથી વધુ રૂપિયાની છેતરાપિંડી કરી હોવાની ફરિયાદ વલભીપુર પોલીસ મથકે નોંધાઈ
છે. જેમાં વર્ષ 2020માં મકાન વેચાણના વ્યવહાર દરમિયાન મિત્ર રમેશ વાહજડિયાએ સારવારનાં
નામે વિશ્વાસઘાત કર્યો હતો.
ફરિયાદી મનિષે જણાવ્યું હતું કે, રમેશ વાહજડિયા સાથે
તેમનો મિત્રતાનો સંબંધ હતો, વર્ષ 2020માં મનિષે પોતાનું મકાન વેચાણ કર્યું હતું, આ
મકાન સોદા દરમિયાન રમેશ વાહજડિયા અને દલાલ સંજય ડાભી હાજર હતા, મકાનનાં વેચાણ બાદ રમેશે
મનિષના પુત્રની માનસિક બીમારીની સારવાર કરાવી આપવાના બહાને વિશ્વાસમાં લઈ, તેમની પાસેથી
રૂપિયા પંદર લાખ પડાવી લીધા હતા.
રમેશએ માત્ર રોકડ રકમ જ નહીં
પરંતુ મનિષનાં નામના ભારત પેટ્રોલિયમના બે ગેસ સિલિન્ડર કિંમત રૂ.3000 પણ વિશ્વાસમાં
લઈને લઈ લીધા હતા. આ સિલિન્ડર પણ રમેશએ આજ દિન સુધી પરત કર્યા નથી, વારંવાર પૈસા અને
વસ્તુઓ પરત માગવા છતાં રમેશએ રકમ ન આપી ઠગાઈ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી હતી.