અલ નીનો ઉપરાંત ચાર સિસ્ટમે ચોમાસાને રોક્યું
પ્રશાંત
અને પશ્ચિમી વિક્ષોભ, મૈડેન જુલિયન વગેરેનો નેઋઍત્યના ચોમાસા ઉપર નકારાત્મક પ્રભાવ
નવી
દિલ્હી, તા. 19 : કેરળ પહોંચ્યા બાદ નેઋઍત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હતું.
જો કે બે સપ્તાહથી વધારે સમયથી ચોમાસા ઉપર જાણે બ્રેક લાગી છે. મહારાષ્ટ્રમાં પ્રવેશ
બાદ ચોમાસું રોકાયું છે. બીજી તરફ બિહારમાં પણ પ્રવેશ બાદ આગળ વધી રહ્યું નથી. હવામાન
વિજ્ઞાનિકોના કહેવા પ્રમાણે અલ નીનો ઉપરાંત ચાર અન્ય એવા ફેક્ટર છે જે ચોમાસાને આગળ
વધવા દઈ રહ્યા નથી. આવી સ્થિતિમાં દિલ્હી સુધી ચોમાસુ પહોંચવામાં જુલાઈ સુધી રાહ જોવાનો
વારો આવી શકે છે.
હવમાનના જાણકારો અનુસાર પ્રશાંત વિક્ષોભ, પશ્ચિમી વિક્ષોભ,
કમજોર ઓછા દબાણનું ક્ષેત્ર, મૈડેન જુલિયન દોલનમાં કમી અને અલ નીનોના કારણે ચોમાસાની
રફતારને બ્રેક લાગી છે. પ્રશાંત વિક્ષોભનો અર્થ પ્રશાંત મહાસાગર ઉપર બનતા તોફાન અને
ચક્રવાતી દબાણથી છે. સમુદ્રી તાપમાનમાં બદલાવના કારણે પ્રશાંત વિક્ષોભ બને છે. જે હવામાનને
ચક્રને પ્રભાવિત કરે છે.
પશ્ચિમી
વિક્ષોભ ભૂમધ્ય સાગરથી પેદા થાય છે અને ઉત્તર ભારતમાં અચાનક વરસાદ કે હિમવર્ષા લાવે
છે. મેડેન જુલિયન હિંદ મહાસાગરમાં થતી એક પ્રભાવશાળી પ્રણાલી છે. જે એક બે મહિનામાં
થયા રાખે છે. વારંવાર થતી હોવાથી તેને દોલન કહેવામાં આવે છે. આ સ્થિતિ 30 દિવસ હિંદ
મહાસાગરમાંથી પસાર થાય તો ચોમાસાને મજબુત બનાવે છે. વધુમાં વારંવાર પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાથી ચોમાસાની
રફતાર ઉપર પ્રભાવ પડે છે અને આ વખતે દિલ્હી સુધી ચોમાસુ પહોંચવામાં જુલાઈ સુધી રાહ
જોવી પડી શકે છે.
ખાસ
કરીને ખેડૂતોમાં ખેંચાયેલા વરસાદે ભારે ચિંતા ફેલાવી છે. પહેલીથી 18મી જૂન વચ્ચે દેશમાં
સામાન્યથી 38 ટકા ઓછો વરસાદ પડયો છે.
ગુજરાતમાં
સામાન્યથી 79 ટકા, મહારાષ્ટ્રમાં સામાન્યથી 78 ટકા ઓછો વરસાદ થયો છે, બિહાર, મધ્યપ્રદેશ,
ઉત્તરપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓસ્સામાં પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો
હતો.
મધ્યપ્રદેશ,
ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં પ્રિ-મોન્સૂન વરસાદ થયો છે.
બીજી
તરફ અલ નીનોની સ્થિતિ પણ સક્રિય થઇ રહી છે, જેની અસરથી અપૂરતો વરસાદ તો લાંબો સમય દુકાળનીયે
ભીતિ રહે છે.