દેહ વ્યાપારના દલાલો વચ્ચેના ઝઘડામાં પડેલી મહિલાએ જીવ ગુમાવ્યો
વઢવાણ,
તા.10 : ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ટોલ ટેક્સ નજીકથી એક 45 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી
આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા
મળતા આ એક પૂર્વાયોજિત હત્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
પ્રાથમિક
માહિતી મુજબ, સોલડી ટોલ ટેક્સ નજીક આવેલી એક અવાવરું જગ્યામાંથી મહિલાની લાશ મળી આવી
હતી. મૃતકની ઓળખ રૂકસાના ઉર્ફે રાની તરીકે થઈ છે, જેની ઉંમર અંદાજે 45 વર્ષ હોવાનું
સામે આવ્યું છે. મહિલાની હત્યા છરીના ઘા મારીને કરવામાં આવી હોવાથી આ ઘટનાથી સ્થાનિક
લોકોમાં ભારે આક્રોશ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ
ધરી ધોળીધારના યુવકને છરી સાથે ઝડપી લીધો હતો. સોલડી ટોલનાકા પાસે બાવળી રોડ ઉપર અવાવરુ
જગ્યામાં બે વર્ષથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. ધ્રાંગધ્રા કાપેલી ધાર વિસ્તારમાં
રહેતો મેરૂભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા પણ અહીં યુવતી લાવીને ધંધો કરાવતો હતો. ગ્રાહક આવ્યા
ત્યારે મેરૂભાઈએ કહ્યું કે, આ મારા ગ્રાહક છે. જેને લઈ બોલાચાલી થતાં મૃતક મહિલાએ મેરૂભાઈને
બે થપ્પડ મારી દીધી હતી. આથી ઉશ્કેરાઈ છરી કાઢીને 3 ઘા મારતાં 30 વર્ષીય યુવતીનું મૃત્યુ
થયું હતું. બરડામાં 2 ઘા અને છાતીમાં દોઢ ઇંચનો ઘા છેક હૃદય સુધી પહોંચી જતાં જીવલેણ
સાબિત થયો હતો.