નવી દિલ્હી તા.10: ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંઘ પર આઇસીસીએ કડક કાર્યવાહી કરી છે. અમદાવાદમાં ગત રવિવારે રમાયેલા ટી-20 વિશ્વ કપ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના ફાઇનલ મેચ દરમિયાન અર્શદીપ આઇસીસી આચારસંહિતા લેવલ-1ના ઉલ્લંઘન માટે દોષી જાહેર થયો છે. આથી આઇસીસીએ અર્શદીપ સિંઘ પર મેચ ફીનો 1પ ટકાનો દંડ કર્યોં છે અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ જોડયો છે. મેચ રેફરી એન્ડી પાયક્રોફટે અર્શદીપ પર આ સજાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જે આઇસીસીએ માન્ય રાખ્યો છે.
ન્યુઝીલેન્ડની
ઇનિંગ દરમિયાન 11મી ઓવરમાં અર્શદીપે ફોલો-થ્રૂમાં દડો ફિલ્ડ કરીને સીધો જ બેટર ડેરિલ
મિચેલ પર થ્રો કર્યોં હતો. જે ઝડપથી મિચેલના પેડ પર લાગ્યો હતો. જેના પર મિચેલ ઘણો
ગુસ્સે થયો હતો. આ દરમિયાન અર્શદીપે તુરત દિલગીરી વ્યકત કરી ન હતી. આ પછી મેદાની અમ્પાયરે
મિચેલ અને ભારતીય કપ્તાન સૂર્યકુમાર સાથે વાતચીત કરી હતી અને મામલો શાંત કર્યોં હતો.
ઓવરની સમાપ્તિ પછી અમ્પાયરે અર્શદીપને પણ સમજાવ્યો હતો. ફાઇનલ મેચ પછી અર્શદીપ અને
મિચેલ વચ્ચે સુલેહ થઇ ગઇ હતી. અર્શદીપે કહ્યંy હતું કે હું મિચેલની માફી માંગવા ગયો
હતો.