મેલબોર્ન, તા.10: એશિયન કપની બહાર થયા પછી ઇરાન મહિલા ફૂટબોલ ટીમની પાંચ ખેલાડીને ઓસ્ટ્રેલિયા સરકારે માનવીય વિઝા આપીને તેમના દેશમાં રહેવાની મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયાના હોમ અફેયર્સ મિનિસ્ટર ટોની બર્કે જણાવ્યું કે આ પાંચ ઇરાની મહિલા ખેલાડીને પોલીસે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવી છે.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે ગત સપ્તાહે દ. કોરિયા વિરુદ્ધના મેચ અગાઉ ઇરાનની ફૂટબોલ ટીમે
તેમનું રાષ્ટ્રગાન ગાયું ન હતું. જે પછી ઇરાનમાં કેટલાક લોકોએ ટીમની ઉગ્ર ટીકા કરી
હતી અને સખત સજા કરવાની અપીલ કરી હતી. ઇરાનમાં ત્રી અત્યાચારના વિરોધમાં ફૂટબોલ ટીમે
આ પગલું લીધું હતું.
ઇરાનની
મહિલા ફૂટબોલ ટીમમાં કુલ 26 ખેલાડી અને સ્ટાફ છે. હાલ ફકત પાંચ ખેલાડીએ જ ઓસ્ટ્રેલિયાનું
શરણ લીધું છે. બાકીના ખેલાડી વિચાર કરી રહ્યા છે. અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે
ઓસ્ટ્રેલિયા સરકારને આ ખેલાડીઓને શરણ આપવા અપીલ કરી હતી અને અન્યથા અમેરિકા શરણ આપવા
તૈયાર હોવાનું જણાવ્યું હતું.