ભાવનગર, તા.10 : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના ખૂટવડા રોડ પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર મામા ફોઈના બે માસૂમ સગીરોના મૃત્યુ નીપજ્યા હતા.
મળતી
માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુંઢેલી ગામના ગણેશ ધરમશીભાઈ ઢાપા(ઉં.વ.
16) અને નાના ખૂટવડાના વરુણ મુકેશભાઈ મકવાણા (ઉં.વ.13) પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા.
તે દરમિયાન નાના ખૂટવડા રોડ પર અચાનક પૂરઝડપે આવી રહેલા એક ટ્રેક્ટરના ચાલકે બાઈકને
જોરદાર ટક્કર મારી હતી અને બંને સગીરો બાઈક પરથી ફંગોળાઈને નીચે પટકાયા હતા. શરીરે
અને માથાના ભાગે ગંભીર લોહીલુહાણ ઈજાઓ થવાના કારણે બંને સગીરોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા
મૃત્યુ નીપજ્યા હતા.
અકસ્માત
બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બગદાણા
પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને બન્ને મૃતદેહોને પીએમ અર્થે મહુવા
સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મહેન્દ્રભાઈ નાથાભાઈ મકવાણાની ફરિયાદને
આધારે બગદાણા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન
કર્યા છે.