ઇન્ડિગો સંકટ બાદ ‘િડફેક્ટ રિપોર્ટિંગ સિસ્ટમ’ને વધારે મજબૂત બનાવતું DGCA : મોટી ખામીની તાકીદે ફોન ઉપર જાણ કરવી પડશે, 72 કલાકમાં રિપોર્ટ જમા કરાવવો અનિવાર્ય
નવી
દિલ્હી, તા. 11 : ઇન્ડિગો એરલાઇન પ્રભાવિત થતાં લાખો લોકો પરેશાન થયા હતા. જેની અસર
હજી પણ ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા સમગ્રી મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ઇન્ડિગો સંકટે પૂરા નાગરીક ઉડ્ડયન ક્ષેત્રને હચમચાવી દીધું છે. તેવામાં ભવિષ્યમાં આવા
પ્રકારની કોઈપણ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સરકારે કમર કસી લીધી છે અને નિયમો
આકરા બનાવ્યા છે. જેના હેઠળ કોઈપણ ફલાઈટ ટેક્નીકલ કારણોસર 15 મિનિટ કે તેનાથી વધારે
વિલંબ થાય તો તેની તપાસ અનિવાર્ય બનશે.
હકીકતમાં
દેશના એરલાઇન સેક્ટરમાં પહેલી વખત ટેકનિકલ ખામીઓની દેખરેખનું પૂરું માળખું તત્કાળ પ્રભાવથી
બદલી દેવાયું છે. કહેવાય છે કે ફલાઇટમાં સતત વિલંબ, ફલાઇટ રદ થવી અને સુરક્ષા ઘટનાઓએ
ડીજીસીએને ડિફેક્ટ રિપોર્ટિંગ સિસ્ટમને આકરી બનાવવા મજબૂર કર્યું છે.
12
પેજના નવા આદેશ અનુસાર હવે કોઈપણ નિર્ધારિત ઉડાનમાં ટેકનિકલ કારણથી 15 મિનિટ અથવા તેનાથી વધારે વિલંબ થાય તો
તેની તપાસ અનિર્વાય રહેશે. નવા આદેશ અનુસાર એરલાઇન કંપનીએ બતાવવું પડશે કે વિલંબ કયાં
કારણથી થયો અને કેવી રીતે ઠીક કરવામાં આવ્યો.
આવી
જ રીતે ભૂલ બીજી વખત ન થાય તે માટે શું પગલાં ભરવામાં આવ્યાં છે તેની પણ જાણકારી આપવી
પડશે. આ એવી જોગવાઈ છે જે પહેલાં લાગુ નહોતી. નિયમો અનુસાર હવે કંપનીએ કોઈપણ પ્રકારની મોટી ખામીની જાણકારી ડીજીસીએને ફોન ઉપર
આપવી પડશે. આ સાથે તેનો વિસ્તૃત રિપોર્ટ 72 કલાકની અંદર સોંપવો પડશે.
નવા
નિયમમાં કહેમાં આવ્યું છે કે, ભૂલ ત્રણ વખત દોહરાવવામાં આવે તો તેને ‘િરપીટેટિવ ડિફેક્ટ’
માનવામાં આવશે. આ માટે અલગથી એક પ્રકારની વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે.
માનવમાં
આવે છે કે પહેલાં ખામીઓનો રિપોર્ટ કરવાની વ્યવસ્થા ખૂબ જ નબળી હતી. જેનાં પરિણામે હવે
ડીજીસીએ દ્વારા કડકાઈ અપનાવવામાં આવી છે. વર્તમાન નિયમોમાં 15 મિનિટના વિલંબ ઉપર તપાસ
જેવી અનિવાર્ય વ્યવસ્થા પણ સામેલ નહોતી.
---------------
ઈન્ડિગો
સંકટ : DGCનીયે
તપાસ થશે
નવી
દિલ્હી, તા. 11 : દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગોના સંકટથી દેશભરમાં યાત્રી
સમુદાયની વધેલી પરેશાની વચ્ચે હવે દેશના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકની કચેરી પણ તપાસના
રડારમાં રહેશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી રામ મોહન નાયડુએ એક મુલાકાતમાં કહ્યું
હતું કે, માત્ર એરલાઇન કંપની જ નહીં, પરંતુ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક કચેરી (ડીજીસીએ)ની
કામગીરીની પણ તપાસ થશે.
ઇન્ડિગોની
આ મહાકાય નિષ્ફળતા સામાન્ય ભૂલ નથી, પરંતુ તેમાં ઇરાદાપૂર્વક થયેલી લાપરવાહીનો સંકેત
મળે છે, તેવું તેમણે ઉમેર્યું હતું. નાયડુએ કહ્યું હતું કે, જે પણ જરૂરી કાનૂની કાર્યવાહી
કરવાની હશે તે કરાશે. અમારું ધ્યાન યાત્રીઓની પરેશાની દૂર કરવા પર છે.