• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

સુરેન્દ્રનગરમાં ડમ્પરે બાઇકને ઠોકર મારતા યુવાનનું મૃત્યુ ડમ્પર ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ

વઢવાણ, તા.14 : સુરેન્દ્રનગર શહેરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. શહેરના ઉપસના સર્કલથી ભક્તિનંદન સર્કલ નજીક આવેલા દરબાર બોર્ડિંગ નજીક ડમ્પર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ થયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ બાઇક પર જઈ રહેલા અક્ષયભાઈ નંદાસણિયાને ડમ્પરે અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે પરિસ્થિતિ સંભાળી અને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માત બાદ પોલીસે ડમ્પરચાલકને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. યુવકનાં મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાનને કચડી ભારત U-19 એશિયા કપના સેમિફાઇનલમાં 90 રને સંગીન વિજય : ભારતના 240 સામે પાક. ટીમ 150 રનમાં ઢેર December 15, Mon, 2025