કાનૂની ભાષાને સરળ બનાવવાની સલાહ આપતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત
નવી દિલ્હી, તા. 14 : સીજેઆઈ
સુર્યકાંતે એક મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જરૂરિયાતથી વધારે આકરી કાનૂની
ભાષાનો ઉપયોગ ઓછો કરવામાં આવે, કારણ કે તેનાથી સામાન્ય લોકો અને ન્યાય વચ્ચેની દૂરી
વધે છે. તેમણે કહ્યું હતું કે, અદાલતના ચૂકાદા સાફ અને સરળ ભાષામાં લખવા જોઈએ. જેથી લોકો તેને સમજી શકે.
રિપોર્ટ અનુસાર ચીફ જસ્સ્ટિસ
ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે, જો ન્યાય અને સાફ અને સમજવા યોગ્ય ન હોય તો જે લોકો માટે
ચુકાદો છે તેના માટે મહત્ત્વ ખતમ થઈ જાય છે. અદાલતના ચૂકાદા માત્ર એકેડમીક ચર્ચા માટે
નહી હોતા, પણ તે લોકોના અધિકાર અને જવાબદારી નક્કી કરે છે. જ્યારે ફેંસલાની ભાષા અને
માળખું ખુબ અલગ અલગ હોય તો સામાન્ય લોકો માટે તેનો અર્થ સમજવો મુશ્કેલ બને છે.
જટિલ કાનૂની ભાષાથી થનારી પરેશાની
સમજાવતા સીજેઆઈએ એવા લોકોની સ્થિતિ બતાવી હતી, જેને કેસ જીત્યા બાદ પણ સમજમાં નહોતું આવ્યું કે શું રાહત મળી છે. સીજેઆઈ
અનુસાર આ ભ્રમ એટલે થાય છે કારણ કે આદેશમાં ઉપયોગ થનારી ભાષા ખુબ જ ટેકનિકલ, અસ્પષ્ટ
અને અટપટી હતી. જેને સમજવી સામાન્ય લોકો માટે લગભગ અશક્ય હોય છે.