યોગગુરુ રામદેવે કહ્યું, ઘરોમાં પડદા લગાવીને લોકો કપાલભાતિ કરી શકે
નવી દિલ્હી, તા. 14 : દિલ્હીના
પ્રદૂષણ પર યોગગુરુ બાબા રામદેવે વિવાદસર્જક નિવેદન કરતાં કહ્યું હતું કે, દેશ પ્રગતિ
કરે તો ધૂળ તો ઊડવાની જ છે.
એ સાચી વાત કે, દિલ્હી ઘણીવાર
ગેસ ચેમ્બર જેવી બની જાય છે. આવા સમયમાં લોકોએ પોતાનાં ઘરોમાં પડદા લગાવી દેવા જોઇએ,
તેવી ટિપ્પણી બાબાએ કરી હતી.
બાબા રામદેવે કહ્યું હતું કે,
પ્રદૂષણ વધુ વધી જાય ત્યારે લોકોએ ઘરમાં રહીને જ શ્વાસની કસરત કરવી જોઇએ. તેમણે કપાલભાતિ
કરવાની પણ સલાહ આપી હતી. પ્રદૂષણના મુદ્દે બાબા રામદેવે કરેલી આ વિવાદી ટિપ્પણી બાદ
સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જામી હતી.