અમદાવાદ, તા.14 : ગત રોજ બનાસકાંઠાના અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ અને વન વિભાગના અધિકારી પર થયેલા પથ્થરમારા મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ સમગ્ર ઘટનાનો પ્રથમ વીડિયો પણ વાયરલ થયો છે. સમગ્ર બનાસકાંઠાની પોલીસને અંબાજીમાં તહેનાત કરી દેવામાં આવી છે. સુરક્ષા માટે હથિયારો સાથે
પોલીસ
કાફલો પાડલિયા ગામે પહોંચ્યો હતો. પાડલિયા ગામે પહોંચી પોલીસ જિક સાથે ઘટનાનું પંચનામું
કરશે.
ગઇકાલે સાંજે પોલીસ પર હુમલા બાદ સરકારી
વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી. અગાઉ થયેલા પથ્થરમારાની ઘટનાના પગલે પોલીસ અને ફોરેસ્ટ
વિભાગના વાહનો ઘટના સ્થળે હાજર હતા ત્યારે આ વાહનો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો
કરવામાં આવી રહ્યો છે. આગચંપી બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાના વીડિયોમાં ઘટના સ્થળની
સ્થિતિ અને આગચંપી બાદના વાહનો સ્પષ્ટ રીતે દેખાય છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે
તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વોને ઓળખવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા
છે. પોલીસ પર હુમલો કરનારા ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે.
બનાસકાંઠા દાંતા રેન્જના ઉyજઙ કુણાલ સિંહ પરમારના
જણાવ્યા મુજબ પોલીસ જિકની ટીમને સાથે રાખી ઘટનાસ્થળે પંચનામું કરશે. જવાબદારો સામે
કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આશરે 500 લોકોના ટોળાએ ફોરેસ્ટ અને પોલીસકર્મીઓને
ઘેરી લીધા હતા. પથ્થરમારાની ઘટનામાં કુલ 47 કર્મચારી ઘાયલ થયા છે. સાથે સાથે ફોરેસ્ટ
વિભાગના બે વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે
જિલ્લાની પોલીસને પણ બોલાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.