• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

દેશમાં છેલ્લા 10 વર્ષમાં 1256 વાઘનાં મૃત્યુ

માનવ હસ્તક્ષેપ, અવૈધ શિકાર અને બીમારી હજી પણ વાઘના સંવર્ધન માટે જોખમી

 

નવી દિલ્હી, તા. 14 : દેશમાં વાઘના મૃત્યુનો સિલસિલો થંભી રહ્યો નથી. ચાલુ વર્ષે અત્યારસુધીમાં 157 વાઘ જીવ ગુમાવી ચુક્યા છે. મહત્ત્વની વાત તો એ છે કે ચાલુ વર્ષે વાઘના મૃત્યુની સંખ્યા ગયા વર્ષ કરતા વધારે છે. ગયા વર્ષે 126 વાઘના મૃત્યુ થયા હતા. રાષ્ટ્રીયા વાઘ સંરક્ષણ પ્રાધિકરણ અનુસાર છેલ્લા દસ વર્ષમા દેશમાં 1,256 વાઘે જીવ ગુમાવ્યો છે.

હકીકતમાં દેશમાં વન્યજીવ સંરક્ષણના પ્રયાસોને સતત ઝટકો લાગી રહ્યો છે. જેના કારણે વાઘના મૃત્યુનો આંકડો ધવી રહ્યો છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (એનટીસીએ)ના નવા આંકડા અનુસાર ચાલુ વર્ષે 12 ડિસેમ્બર સુધીમાં દેશમા 157 વાઘના મોત નોંધાયા છે. જે ગયા વર્ષની તુલનાએ 31 વધારે છે. વર્ષ 2024મા કુલ 126 વાઘના મૃત્યુ થયા હતા. આંકડા અનુસાર મધ્ય પ્રદેશ ફરી એક વખત સૌથી વધારે વાઘના મૃત્યુ ધરાવતું રાજ્ય બન્યું છે. જ્યાં 52 વાઘના મૃત્યુ થયા છે. જે કુલ મૃત્યુનો 33 ટકા જેટલો હિસ્સો છે. ત્યારબાદ 37 વાઘના મૃત્યુ સાથે બીજા ક્રમાંકે મહારાષ્ટ્ર છે. કર્ણાટકમાં 14, કેરળમાં 13, આસામમાં 12 અને તમિલનાડુમાં 10 વાઘના મૃત્યુ થયા છે.

એનટીસીએ અનુસાર મરનારા વાઘમાં 30 બાળક અને 40 માદા સામેલ છે. જેનાથી ચિંતા વધી છે કે ભવિષ્યમાં વાઘની સંખ્યામાં વધારો કઈ રીતે થશે. દેશભરમાં વાઘની સુરક્ષા માટે ઘણા અભયારણ્ય અને ટાઈગર રિઝર્વ સક્રિય છે, પણ માનવ હસ્તક્ષેપ, અવૈધ શિકાર, ક્ષેત્રીય સંઘર્ષ અને બિમારીઓ હજી પણ જોખમી છે.

છેલ્લા દસ વર્ષના આંકડાને જોવામાં આવે તો દેશમાં કુલ 1256 વાઘના મૃત્યુ નોંધાયા છે. જેમાં 2023નું વર્ષ સૌથી વધારે ઘાતક રહ્યું હતું. જેમાં કુલ મૃત્યુઆંક 182 નોંધાયો હતો.ઁ 2016 બાદથી દર વર્ષે 100થી વધારે વાઘના મૃત્યુ નોંધાયા છે. માત્ર 2019મા જ આંકડો 100થી  નીચે રહ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાનને કચડી ભારત U-19 એશિયા કપના સેમિફાઇનલમાં 90 રને સંગીન વિજય : ભારતના 240 સામે પાક. ટીમ 150 રનમાં ઢેર December 15, Mon, 2025