અમદાવાદ, તા.14: ગાંધીનગરના કલોલમાં જૂની અદાવતમાં 5 શખસોએ તલવાર, લોખંડના પાઈપ સહિતના હથિયાર વડે હુમલો કરીને એક વ્યક્તિની ઘાતકી હત્યા નીપજાવી છે. મૃતક અને તેના મીત્રો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાંચ શખસ રિક્ષામાં આવીને ઘટનાને અંજામ આપ્યું હતું. સમગ્ર મામલે કલોલ શહેર પોલીસે પાંચેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત
માહિતી મુજબ કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં 13 ડિસેમ્બરના શનિવારે પુત્રની સામે જ પિતાની
તેના જન્મદિવસે ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ ગત 10
ડિસેમ્બરના રોજ મૃતક ખેંગાર સવાભાઈ પરમારના મિત્ર અશોક ઠાકોરના દીકરાના લગ્ન હોવાથી
ઘરની આગળનો રસ્તો થોડીવાર માટે બંધ કરાયો હતો. જો કે, આ દરમિયાન નવીન ઉર્ફે ભાણો અમૃતભાઈ
સોલંકી ત્યાંથી બાઈક લઈને નીકળતા ખેંગાર અને નવીન વચ્ચે ઝઘડો થયો હતો.
આ પછી
ગત 13 ડિસેમ્બરના રોજ મૃતક તેના મીત્રો અને પરિવારના સભ્યો સાથે જન્મદિવસની ઉજવણી કરી
રહ્યા હતા, ત્યારે નવીન ઉર્ફે ભાણો સોલંકી, નયન સોલંકી, સોનુ મકવાણા, મનોજ મકવાણા અને
અમૃતભાઈ સોલંકી રિક્ષામાં ઘટના સ્થળે આવ્યા હતા. જેમાં સૌપ્રથમ મૃતક ખેંગારને રિક્ષાની
ટક્કર મારીને નીચે પાડી દેવામાં આવ્યો હતો અને પછી તમામ દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો
કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ખેંગારનો દીકરો ચિરાગ વચ્ચે પડતા તેને પણ મારી નાખવાની
કોશીષ કરવામાં આવી હતી. જો કે, ચિરાગ ત્યાંથી ભાગી ગયો હતો.
હુમલામાં
ગંભીર ઈજાગ્રસ્ત ખેંગારને સારવાર માટે નજીકની પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવામાં આવે છે,
જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે નવીનના પિતા અમરતે મૃતક ખેંગારના
દીકરા ચિરાગને ઘટના અંગે પૂછતા ચિરાગે અમરતને તલવારના ઘા ઝીંકીને ઈજાગ્રસ્ત કર્યા હતા.
આ મામલે મૃતકના દીકરા ચિરાગ વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.