ભારત કરતાં 10 ગણો વધુ વપરાશ, ટોપ-10માં ભારતીયો નથી !
નવી
દિલ્હી તા.17 : ઘરે મહેમાન આવે કે કોઈ હોટલ-રેસ્ટોરન્ટમાં બેડા હોઈએ...ઠંડી હોય કે
ગરમી...ચા ના રસિયાઓને માત્ર બહાનુ જોઈએ. જાણીને આશ્ચર્ય થશે કે સૌથી વધુ ચા ભારતમાં
પીવાતી નથી. એક દેશ એવો છે જયાં ભારત કરતાં 10 ગણી વધુ ચા પીવાય છે ! સૌથી વધુ ચા પીવામાં
તુર્કીના લોકો અગ્રેસર છે.
ભારતમાં
મહેમાનની સામાન્ય રીતે ચા થી આગતા-સ્વાગતા કરવામાં આવે છે. ભારત દુનિયાનો બીજો સૌથી
મોટો ચાનો ઉત્પાદક દેશ છે. તેમ છતાં સૌથી વધુ ચા પીનારા લોકોમાં ભારતનું રેકિંગ ર3
છે. તુર્કીમાં સૌથી વધુ ચા પીવાય છે અને અહીં પ્રતિ વ્યક્તિ ચાનો વપરાશ 3.16 કિલો વાર્ષિક
છે. ભારતમાં દરેક વ્યક્તિ સરેરાશ .3ર કિલો ચા દર વર્ષે પી જાય છે. ચીનમાં આ પ્રમાણ
.પ7 કિલો છે.
તુર્કી
બાદ બીજા, ત્રીજાઅને ચોથા ક્રમે અનુક્રમે આયરલેન્ડ (ર.19 કિલો), યૂકે (1.94 કિલો) અને
સંયુક્ત રીતે પાકિસ્તાન (1.પ0 કિલો) અને ઈરાન (1.પ0 કિલો) છે. પાંચમા ક્રમે રશિયા છે
જ્યાં ચાનો વ્યક્તિ દીઠ વપરાશ વાર્ષિક 1.38 કિલો છે. ત્યાર પછીના ક્રમે મોરક્કો (1.રર
કિલો), ન્યૂઝીલેન્ડ (1.19 કિલો), ચિલી (1.19 કિલો), ઈજિપ્ત (1.01 કિલો) છે.