ECBની કડક કાર્યવાહી
લંડન,
તા.2પ: નાઇટ કલબ મામલે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ફરી એકવાર વિવાદમાં ફસાઇ છે. 31 વર્ષીય
ઝડપી બોલર બ્રાયડન કાર્સ નાઇટ કલબ પ્રકરણને લીધે પાકિસ્તાન વિરુદ્ધના બીજા ટેસ્ટની
ઈંગ્લેન્ડ ટીમની બહાર થઇ ગયો છે. તેના સ્થાને યુવા ફાસ્ટ બોલર સોની બેકરનો સમાવેશ કરાયો
છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેના પહેલા ટેસ્ટ દરમિયાન ડર્બી શહેરના એક પબની બહાર
બ્રાયડન કાર્સનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં પોલીસ તેને હથકડી પહેરાવીને લઇ જતી જોવા
મળે છે. તેનો થોડા સમય માટે કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો હતો. જો કે તેના પર કોઇ પ્રકારની
પોલીસ ફરિયાદ થઇ નથી.આ મામલે હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ સખત
કાર્યવાહી કરીને બ્રાયડન કાર્સ સામે તપાસ શરૂ કરી છે અને બીજા ટેસ્ટની ટીમ બહાર કરી
દીધો છે. ઇસીબીએ જણાવ્યું છે કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બ્રાયડન કાર્સ પસંદગી માટે
ઉપલબ્ધ રહેશે નહીં. કાર્સને પાક. સામેના પહેલા ટેસ્ટની ઈંગ્લેન્ડ ટીમમાં પણ જગ્યા મળી
ન હતી. ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેનો બીજો ટેસ્ટ મેચ ગુરુવારથી શરૂ થવાનો છે.