• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

શ્રીલંકા સામેના પ્રથમ ટેસ્ટમાં ભારત વિજય ભણી

372 રનના વિજય લક્ષ્યાંક સામે શ્રીલંકાએ 84 રનમાં 4 વિકેટ ગુમાવી

પંતના 66 રનથી બીજા દાવમાં ભારતના 193

ગોલ, તા.18 શ્રીલંકા વિરુદ્ધના પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ જીત ભણી આગેકૂચ કરી છે. મેચના આજે ચોથા દિવસના અંતે 372 રનના વિજય લક્ષ્યાંક સામે શ્રીલંકાએ 84 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે. આથી ભારતને હવે આવતીકાલ બુધવારે વિજય માટે 6 વિકેટની જરૂર છે. શ્રીલંકા હજુ ભારતથી 288 રન પાછળ છે. ફકત વરસાદ તેને હારથી બચાવી શકે છે. મેચના આજે ચોથા દિવસે બોલરોના વર્ચસ્વ વચ્ચે કુલ 14 વિકેટ પડી હતી. ભારતનો બીજો દાવ 193 રને સમાપ્ત થયો હતો. જેમાં ઋષભ પંતના 66 રન મુખ્ય હતા. ભારત પાસે 178 રનની સરસાઇ હતી. આથી શ્રીલંકાને 372 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો.

શ્રીલંકાએ બીજા દાવમાં નિશાન મદુશ્કા (6), લહિરૂ ઉદારા (16), કનકશન સબ્સીટÎૂટ ખેલાડી પસિંદુ સૂર્યાબંદારા (0) અને કામિન્ડુ મેન્ડિસ (2) આઉટ થયા હતા. કપ્તાન ધનંજય ડિસિલ્વા 31 અને પહેલા દાવમાં સદી કરનાર સોનલ દિનુષા 2 રને નોટઆઉટ રહ્યા હતા. ભારત તરફથી માનવ સુથારે 2 વિકેટ લીધી હતી. જયારે સિરાજ અને કૃષ્ણાને 1-1 વિકેટ મળી હતી.

પહેલા આજે ભારતનો બીજો દાવ 48. ઓવરમાં 193 રને સમાપ્ત થયો હતો. ઋષભ પંતે 69 દડામાં 8 ચોક્કા-2 છક્કાથી 66 રન મુખ્ય હતા. જયારે દેવદત્ત પડીક્કલે 44 અને કેએલ રાહુલે 3 રનનું યોગદાન આપ્યું હતું. યશસ્વી જયસ્વાલ ઝીરોમાં, કપ્તાન શુભમન ગિલ 8, ઘ્રુવ જુરેલ 7, રવીન્દ્ર જાડેજા 9 અને માનવ સુથાર 9 રને આઉટ થયા હતા. શ્રીલંકા તરફથી અસિતા ફરનાન્ડોએ 4 અને પ્રભાસ જયસૂર્યાએ 3 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક