નવીદિલ્હી,તા.17ઃ રેલવેમાં પીવાનાં પાણીથી માંડીને સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ સામે સવાલો ઉઠાવતા કેગનાં અહેવાલને સંસદમાં રજૂ કરવામાં આવ્યા બાદ હવે રેલવે મંત્રાલય તાબડતોબ હરકતમાં આવી ગયું છે. કેગની ટિપ્પણીઓને ગંભીરતાથી લેતા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે બોર્ડનાં અધ્યક્ષ અને સીઈઓ સતીશકુમાર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં મુસાફરો માટે શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે તાત્કાલિક પગલા લેવાનાં આદેશ જારી કરવામાં આવ્યા હતાં.