સદી વિના સૌથી વધુ રન કરનારો બીજા નંબરનો ખેલાડી
ગોલ, તા.17ઃ શ્રીલંકા ટેસ્ટ ટીમમાં લગભગ ત્રણ વર્ષ પછી પુનરાગમન કરનાર વિકેટકીપર-બેટર નિરોશન ડિકવેલાએ એક વિશેષ વિક્રમ બનાવ્યો છે. તેણે આજે ભારત સામેના પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે દબાણ વચ્ચે 80 રનની
લડાયક ઈનિંગ રમી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં તેની આ 23મી અર્ધસદી છે. ડિકવેલા ટેસ્ટમાં સદી વિના સૌથી વધુ વખત પ0 પ્લસ સ્કોર કરનારો ખેલાડી બન્યો છે. તે પપ ટેસ્ટની 97 ઇનિંગથી
સદીથી વંચિત છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 96 રન છે. આ સૂચિમાં બીજા સ્થાને ભારતનો પૂર્વ બેટસમેન ચેતન ચૌહાણ છે. તેણે 16 અર્ધસદી
કરી હતી પણ સદી કરી શકયો ન હતો.
ડિકવેલા આ ઉપરાંત સદી વિના સૌથી વધુ રન કરનાર ખેલાડીઓની સૂચિમાં બીજા સ્થાને આવી ગયો છે. આ મામલે પહેલા નંબરે દિવંગત શેન વોર્ન છે. તેણે સદી વિના ટેસ્ટમાં 31પ4 રન કર્યા હતા. ડિકવેલના ખાતામાં સદી વિના 2837 રન થયા છે. શેન વોર્નનો શ્રેષ્ઠ સ્કોર 99 હતો.