પીટીઆઈ અને ઈમરાનનાં પરિવારની લાંબા સમયની માગણીને આખરે મંજૂરી
નવી દિલ્હી,
તા.18ઃ
જેલમાં કેદ
પાકિસ્તાનના પૂર્વ
વડાપ્રધાન અને
પીટીઆઈના સ્થાપક
ઇમરાન ખાનને
દેશની સર્વોચ્ચ
અદાલતમાંથી મોટી
રાહત મળી
છે. સુપ્રીમ
કોર્ટે 73 વર્ષીય
નેતાની કથળતી
તબિયત અને
આંખોની દૃષ્ટિમાં
આવેલી ખરાબી
અંગે સંજ્ઞાન
લેતા તેમને
તાત્કાલિક અસરથી
ખાનગી હોસ્પિટલમાં
ખસેડવાનો આદેશ
આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના
આ નિર્ણયથી
તેમની પાર્ટી
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ
(પીટીઆઈ) અને
પરિવારજનોની માગણીને
સ્વીકારી લેવામાં
આવી છે,
જેના માટે
તેઓ છેલ્લા
ઘણા મહિનાઓથી
કાનૂની અને
રાજકીય લડાઈ
લડી રહ્યા
હતા.
પીટીઆઈના પ્રવક્તા
નઈમ હૈદર
પંજુઠા દ્વારા
આપવામાં આવેલી
માહિતી અનુસાર,
અદાલતે વહીવટીતંત્રને
નિર્દેશ આપ્યો
છે કે
ઇમરાન ખાનને
આગામી 48 કલાકની
અંદર શિફા
ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં
દાખલ કરવામાં
આવે. કોર્ટના
આદેશ અનુસાર,
ઇમરાન ખાન
16 સપ્ટેમ્બર સુધી
ડૉક્ટરોની દેખરેખ
હેઠળ આ
જ હોસ્પિટલમાં
રહેશે.