જંતર-મંતર પર છાત્રોનાં વિરોધ પ્રદર્શન સંબંધિત ગંભીર મુદ્દા અને આરોપોની થશે સ્વતંત્ર તપાસ
નવી દિલ્હી,
તા.18ઃ
જંતર-મંતર
પર ગયા
મહિને વિદ્યાર્થીઓના
વિરોધ પ્રદર્શન
સાથે જોડાયેલા
ગંભીર મુદ્દાઓ
અને આરોપોની
સ્વતંત્ર તપાસ
માટે સુપ્રીમ
કોર્ટે એક
ઉચ્ચસ્તરીય સમિતિની
રચના કરવાનો
મોટો નિર્ણય
લીધો છે.
મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઈ)
સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી
બેન્ચે કહ્યું
હતું કે,
આ સમિતિમાં
સુપ્રીમ કોર્ટના
એક પૂર્વ
ન્યાયાધીશ, પૂર્વ
સીબીઆઈ વડા
તથા અન્ય
અનુભવી સભ્યોનો
સમાવેશ કરવામાં
આવશે.
અદાલતે આવતીકાલે
બુધવારે અંતિમ
આદેશ જારી
કરવાનો સંકેત
આપ્યો છે,
જેમાં હિતધારકો
અને અરજદારોના
સૂચનોને પણ
સામેલ કરવામાં
આવશે. સમિતિને
વિરોધ પ્રદર્શન
અને પોલીસ
કાર્યવાહીનું સંપૂર્ણ
સીસીટીવી ફૂટેજ
ઉપલબ્ધ કરાવવામાં
આવશે. તેમજ
મહિલા પ્રદર્શનકારીઓને
કથિત રીતે
નિશાન બનાવવામાં
આવી હોવાની
ફરિયાદોની પણ
તપાસ કરવામાં
આવશે. મુખ્ય
ન્યાયાધીશ સૂર્યકાંતની
અધ્યક્ષતાવાળી ત્રણ
સભ્યોની પીઠમાં
જસ્ટિસ જૉયમાલ્યા
બાગચી અને
જસ્ટિસ વી.
મોહનાનો પણ
સમાવેશ થાય
છે. બેન્ચે
કેસની સુનાવણી
દરમિયાન સ્પષ્ટ
કર્યું હતું
કે, સમિતિની
રચના અંગેનો
અંતિમ આદેશ
બુધવારે જારી
કરવામાં આવશે.
અદાલતે જણાવ્યું
કે સમિતિમાં
કયા લોકોને
સભ્ય બનાવવામાં
આવે તે
અંગે હિતધારકો
અને અરજદારોના
સૂચનો પર
ગંભીરતાથી વિચાર
કરવામાં આવશે.
બેન્ચે તમામ
સંબંધિત પક્ષોને
યોગ્ય નામો
અને સૂચનો
અદાલત સમક્ષ
રજૂ કરવા
વિનંતી કરી
હતી જેથી
સમિતિની રચના
પારદર્શક અને
સંતુલિત રીતે
થઈ શકે.
સુપ્રીમ કોર્ટે
વધુમાં નિર્દેશ
આપ્યો કે
વિરોધ પ્રદર્શન
અને તે
દરમિયાન થયેલી
પોલીસ કાર્યવાહી
સાથે સંબંધિત
તમામ સીસીટીવી
ફૂટેજ તપાસ
સમિતિને ઉપલબ્ધ
કરાવવામાં આવશે.
તેનાથી સમિતિને
સમગ્ર ઘટનાક્રમની
વાસ્તવિક સ્થિતિ
સમજવામાં મદદ
મળશે. અદાલતે
ખાસ કરીને
એવી મહિલા
પ્રદર્શનકારીઓની ફરિયાદો
અને આરોપો
પર પણ
ધ્યાન આપવા
નિર્દેશ આપ્યો
છે, જેમને
દિલ્હી સહિત
અન્ય વિસ્તારોમાં
વિરોધ માર્ચ
દરમિયાન કથિત
રીતે નિશાન
બનાવવામાં આવી
હતી. સમિતિ
આ મહિલાઓ
દ્વારા લગાવવામાં
આવેલા આરોપોની
તપાસ કરશે
અને પોતાના
અહેવાલમાં આ
મુદ્દાઓનો પણ
સમાવેશ કરશે.