-યુક્રેન
સાથેનો કરોડો ડોલરનો કાનૂની વિવાદ ઉકેલશે !
નવી
દિલ્હી, તા. 12 : ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડને એક મહત્ત્વની આંતરરાષ્ટ્રીય
જવાબદારી મળી છે. રશિયાએ યુક્રેનની સરકારી ‘ઓશાડબેંક’ સાથે ચાલી રહેલા કરોડો ડોલરના
રોકાણ વિવાદમાં તેમને પોતાના મધ્યસ્થ (સંચાલક) તરીકે પસંદ કર્યા છે. આ સમગ્ર વિવાદ
રશિયા - યુક્રેન યુદ્ધ દરમિયાન બેંકને થયેલા મોટા આર્થિક નુકસાન અને તેના વળતરના દાવાઓ
સાથે જોડાયેલો છે.
‘ગ્લોબલ
આર્બિટ્રેશન રિવ્યૂ’ના અહેવાલ મુજબ, આ હાઇ-પ્રોફાઇલ વિવાદનો ઉકેલ લાવવા માટે ત્રણ સભ્યની
એક સમિતિ (ટ્રિબ્યુનલ) બનાવવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે કોસ્ટા રિકાના પૂર્વ
વેપાર મંત્રી ડિયાલા જિમેનેજને રશિયા અને યુક્રેન બંનેની સંમતિથી પસંદ કરવામાં આવ્યા
છે, જ્યારે રશિયા તરફથી ભારતના પૂર્વ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ અને યુક્રેનની ઓશાડબેંક
તરફથી ગ્રીસના પ્રોફેસર સ્તાવરોસ બ્રેકૌલકિસ આ કમિટીમાં મધ્યસ્થ તરીકે સામેલ થશે.
આ મધ્યસ્થતા
પ્રક્રિયા રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ 1998માં થયેલી દ્વિપક્ષીય રોકાણ સંધિ હેઠળ
શરૂ કરવામાં આવી છે. યુક્રેનની ઓશાડબેંકનો દાવો છે કે, 2022માં રશિયાના લશ્કરી હુમલાને
કારણે ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસાન અને ઝાપોરિઝિયા જેવા વિસ્તારોમાં તેની મિલકતો અને
બિઝનેસ સંપૂર્ણપણે છીનવાઈ ગયા છે, જેનાથી તેને ભારે આર્થિક નુકસાન થયું છે.
આ અગાઉ
પણ રશિયાએ ‘િવન્ટર્સહોલ ડિયા’ અને ‘ઉક્રેનર્ગો’ સાથેના વિવાદોમાં જસ્ટિસ ચંદ્રચૂડને
મધ્યસ્થ બનવા માટે ઓફર કરી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી નહોતી. પાછળથી આંતરરાષ્ટ્રીય
અદાલતે (પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન) તેમને આ કેસમાં નિર્ણાયક અધિકારી બનાવ્યા,
ત્યારે તેમણે પોતે જ રશિયા તરફથી અગાઉ મળેલી આ ઓફર વિશે બધું સ્પષ્ટ કર્યું હતું અને
તે ભૂમિકામાંથી પણ પોતાની જાતે જ ખસી ગયા હતા.
આ હાઇપ્રોફાઇલ
કેસમાં ઓશાડબેંક વતી ‘િક્વન ઈમેન્યુઅલ અર્કહાર્ટ એન્ડ સુલિવન’ અને ‘એસ્ટર્સ’ લો ફર્મના
વકીલો પક્ષ રાખશે, જ્યારે રશિયા તરફથી ‘િપન્ના ગોલ્ડબર્ગ’ લો ફર્મના ભાગીદાર એન્ડ્રિયા
પિન્ના, ભારતીય મૂળના વકીલ પ્રત્યૂષ પંજવાણી અને સિનિયર એસોસીએટ ડિમિત્રિયોસ પાપાજોર્જિયૂ
રશિયાનું પ્રતિનિધિત્વ કરશે.