• શુક્રવાર, 20 માર્ચ, 2026

લાદેનના પુત્રને અફઘાનિસ્તાન બોલાવી રહ્યું છે તાલિબાન : પાકિસ્તાનનો દાવો પાકિસ્તાની સેનાના મીડિયા વિંગના ડીજીએ અફઘાન પ્રશાસનને ચેતવણી જાહેર કરી

ઈસ્લામાબાદ, તા. 19 : ઓસામા બિન લાદેનના પુત્ર અંગે પાકિસ્તાન દ્વારા એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે તાલિબાન ઓસામાના પુત્રને અફઘાનિસ્તાન બોલાવવા માગે છે. આ અહેવાલે પાકિસ્તાનમાં સનસની મચાવી દીધી છે. બોર્ડર ઉપર વધી રહેલા તણાવ દરમિયાન પાકિસ્તાની સેનાની મીડિયા વિંગના ડીજી લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ અફઘાન પ્રશાસનને સખત ચેતવણી જાહેર કરી હતી.

ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં અફઘાનિસ્તાનમાં આતંકવાદ ઉપર મોટો દાવો કર્યો હતો. ચૌધરીએ કહ્યું હતું કે પાકિસ્તાન પાસે નક્કર પુરાવા છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાનની ક્ષેત્રીય સુરક્ષાને અસ્થિર કરવા માટે થઈ રહ્યો છે. પાકિસ્તાની સૈન્ય અધિકારીએ દાવો કર્યો હતો કે અફઘાન તાલિબાન શાસને સરકારી ઈમારતોમાં આતંકવાદીઓ છુપાવીને રાખ્યા છે. તાલિબાન ઓસામા બિન લાદેનના પુત્ર હમઝાના સંપર્કમાં છે અને તેને અફઘાનિસ્તાનમાં લાવવા માગે છે.

પાકિસ્તાનની આ પ્રવૃતિ પાછળ એક રિપોર્ટ કારણભૂત છે. જેમાં 2019ના અમેરિકી દાવાઓને પલટી દીધા છે. 2019મા અમેરિકાએ દાવો કર્યો હતો કે હમઝા બિન લાદેન એક એરસ્ટ્રાઈકમાં મરાયો છે. જો કે નવા રિપોર્ટ અનુસાર 35 વર્ષિય હમઝા જીવિત છે અને કાબૂલથી 100 કિ.મી. દૂર જલાલાબાદના ગુપ્ત લોકેશન ઉપર છુપાયેલો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક