• શનિવાર, 21 માર્ચ, 2026

પશ્ચિમ એશિયામાં શાંતિ માટે મોદી સક્રિય

દુનિયાનાં પાંચ નેતાઓ સાથે મોદીની વાતચીત : શાંતિ અને સ્થિરતા માટે સંવાદની આવશ્યકતા ઉપર ભાર

નવી દિલ્હી, તા.20: પ્રધાનમંત્રી નરેન્દ્ર્ર મોદીએ અખાતનાં દેશોમાં ભીષણ યુદ્ધ મધ્યે આજે કતાર, ફ્રાન્સ, જોર્ડન, ઓમાન અને મલેશિયાનાં શીર્ષ નેતાઓ સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિની ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ બદલાતી સ્થિતિ ઉપર ચિંતા પ્રગટ કરતાં કહ્યું હતું કે, આ ક્ષેત્રમાં ઘર્ષણ ઘટાડવા માટે કામ કરવાની આવશ્યતા છે.

મોદીએ પાંચેય નેતાઓ સાથે ફોન ઉપર કરેલી અલગ-અલગ વાતચીતમાં કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ઉર્જા ક્ષેત્રો ઉપર હુમલા નિંદનીય છે અને આનાં હિસાબે અનાવશ્યક તનાવ વધી શકે છે. ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની શીર્ઘ બહાલી માટે સંવાદ અને કૂટનીતિની આવશ્યકતા છે.  મોદીએ એક્સ ઉપર એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, તેમણે પોતાનાં ભાઈ કતારનાં અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે વાત કરી હતી અને કતારનાં લોકોને ઈદની શુભકામના પણ પાઠવી હતી. મોદીએ દોહરાવ્યું હતું કે, કતાર સાથે ભારત મજબૂતીથી ઉભું છે અને ક્ષેત્રમાં ઊર્જાનાં બુનિયાદી માળખા ઉપર થયેલા હુમલાની નિંદા કરે છે. આ ઉપરાંત ભારતીય સમુદાયની સુરક્ષા અને સમર્થન માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ આગળ કહ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષિત અને વિનાવિઘ્ન નૌવહનનાં પક્ષમાં છે. આવી જ રીતે જો ર્ડનનાં શાહ અબ્દુલ્લા દ્વિતીય સાથે વાર્તાલાપમાં પણ સંવાદ અને કૂટનીતિની જરૂર ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત મોદીએ ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, શાંતિ અને સ્થિરતા માટે ઘનિષ્ઠ સમન્વય જારી રાખવા માટે ભારત ઉત્સુક છે. આવી જ રીતે મલેશિયામાં પોતાનાં સમકક્ષ સાથે પણ મોદીએ વાતચીત કરી હતી. આ ઉપરાંત મોદીએ સુલ્તાન હેતમ બિન તારિક સાથે વાત કરીને ઓમાનની ક્ષેત્રીય અખંડતાનાં ઉલ્લંઘનની ભારત આલોચના કરતું હોવાનું જણાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક