ગીર સોમનાથ પોલીસે 1.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
કોડીનાર,
તા.19: ગીર સોમનાથ પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ વચ્ચે કોડીનાર-ઉના બાયપાસ નેશનલ
હાઇ વે પરથી એક અલ્ટો કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં પોલીસે એક શખસની ધરપકડ કરી કુલ 1,33,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઘટનાની
વિગત મુજબ, કોડીનાર પી.આઈ. એમ. કે. વણારકાની સૂચના હેઠળ એ.એસ.આઈ. પ્રફુલ્લભાઈ, મુકેશભાઈ
તથા દોલુભાઈ સહિતનો સ્ટાફ પેટ્રાલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર-સોમનાથ
હાઈવે પર કોડીનાર-ઉના બાયપાસ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ જણાતી અલ્ટો કારને
અટકાવી તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 91 બોટલ મળી આવી હતી.
પોલીસે
48,200ની કિંમતનો દારૂ, 80 હજારની કિંમતની અલ્ટો કાર અને 5 હજારનો મોબાઈલ મળી કુલ
1,33,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે સૂત્રાપાડા તાલુકાનાં નવાગામના
રહેવાસી અજયભાઈ રામાસિંહભાઈ બામણિયાની અટકાયત કરી છે.
પોલીસ
તપાસમાં ખૂલ્યું છે કે આ દારૂનો જથ્થો ઉના તાલુકાના મોઠા ગામના હિતેષભાઈ અમરાભાઈ શોદરવાએ
સપ્લાય કર્યો હતો. હાલમાં હિતેષ શોદરવાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.