નવી દિલ્હી, તા.19: ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે દિલ્હી હાઇકોર્ટમાં એઆઇના ખોટા ઉપયોગથી તંગ આવીને એક સિવિલ કેસ દાખલ કર્યો છે. જેમાં ડિજીટલ નકલ, એઆઇથી બનેલ ડીપફેક અને મંજૂરી વિના તેના અવાજ તથા ચહેરાનો ઉપયોગ કરી ચલાવવામાં આવી રહેલ કેમ્પેન વિરુદ્ધ વ્યક્તિગત અધિકારની પૂર્ણ સુરક્ષાની માગ કરી છે.
વર્ષ
202પના આખરમાં કોચ ગૌતમ ગંભીરની લીગલ ટીમે ઇંસ્ટાગ્રામ, એકસ, યૂ-ટયૂબ અને ફેસબૂક પર
નકલી ડિજીટલ કન્ટેન્ટની ઝડપી અને ચિંતાજનક વૃધ્ધિ જાણી હતી. ઘણા યૂજર્સ આર્ટિફિશિયલ
ઇન્ટેલિજેંસ, ફેસ-સ્વેપિંગ અને વોઇસ કલોનિંગ ટેકનિકનો ઉપયોગ કરીને જાણીતા લોકોની છબી
ખરડી રહ્યા હતા. જેમાં ગૌતમ ગંભીરની શાખ પણ ખરડવાના પ્રયાસ થયા હતા.
દિલ્હી
હાઇકોર્ટમાં ગંભીરે 2.પ કરોડની ભરપાઇ સાથે સોશિયલ મીડિયા પર આવા જુઠાણા ફેલાવતા તમામ
એકાઉન્ટ પરની સામગ્રી હટાવવા અને તેમના પર કાયમી રોક મુકવાની માગ કરી છે. ગંભીરે આ
મામલે કહ્યું છે કે મારી ઓળખ, મારું નામ, મારો ચહેરો, મારી અવાજનો ઉપયોગ કરીને ગુમનામ
એકાઉન્ટસ ખોટી જાણકારી રજૂ કરે છે. જેના પર રોક મુકવા કોર્ટમાં માગ કરી છે.