• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

વિકેટકીપર જોશ ઇંગ્લિશ ઓસ્ટ્રેલિયાની લિમિટેડ ઓવર્સનો ઇન્ચાર્જ કેપ્ટન

મેલબોર્ન, તા.6 : વિકેટકીપર - બેટર જોશ ઇંગ્લિશ ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમનો ઇન્ચાર્જ કેપ્ટન બન્યો છે. પાકિસ્તાન વિરુદ્ધના ત્રીજા વન ડેમાં અને ટી-20 સિરીઝમાં કાંગારુ ટીમની આગેવાની લેશે. 29 વર્ષીય જોશ ઇંગ્લિશ ઓસ્ટ્રેલિયાનો વન ડે ફોર્મેટનો 30મો અને ટી-20નો 14મો કેપ્ટન બન્યો છે. ટીમનો નિયમિત ટી-20 સુકાની મિચેલ માર્શ વ્હાઇટ બોલ સિરીઝમાં ઉપલબ્ધ નથી જ્યારે પેટ કમિન્સ ભારત સામેની ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત છે. આથી ઇંગ્લિશને ઓસ્ટ્રેલિયાનો કામચલાઉ સુકાની બનાવાયો છે. તે પહેલીવાર ઓસ્ટ્રેલિયન ટીમની કપ્તાની કરશે. તેણે અનુભવી ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસને કપ્તાનીની રેસમાં પાછળ રાખી દીધા છે. પાક. સામેના પહેલા વન ડેમાં તેણે 49 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં પાક. સામે ઓસિ.નો વિજય થયો હતો. વન ડે શ્રેણીનો બીજો મેચ 8મીએ મેલબોર્નમાં રમાશે. જયારે ત્રીજો અને આખરી વન ડે પર્થમાં 10મી રમાશે. જેમાં મોટાભાગના સિનિયર ખેલાડી રમશે નહીં. ટી-20 શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક