• શનિવાર, 04 મે, 2024

કર્ણાટકમાં મુસ્લિમોને અપાય છે OBC અનામત

રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી તા.ર4 : રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે એક નિવેદનમાં જણાવ્યું છે કે કર્ણાટકમાં શિક્ષણ સંસ્થાનો અને નોકરીઓમાં મુસ્લિમોને અનામત આપવામાં આવી રહ્યંy છે. આયોગે પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યંy કે કર્ણાટકમાં મુસલમાનોની તમામ જાતિઓ અને સમુદાયોને સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાનોમાં અનામત આપવામાં આવી રહ્યંy છે. અમે કર્ણાટક સરકારને પૂછયું હતું કે આખરે કયા આધારે આ અનામત આપવામાં આવી રહ્યંy છે ? પરંતુ રાજય સરકાર તરફથી કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી.

પછાત વર્ગ આયોગના પ્રમુખ હંસરાજ ગંગારામ આહીરે નિવેદનમાં કહ્યંy કે કર્ણાટક સરકાર નિયંત્રણાધીન નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશમાં અનામત હેતુ કર્ણાટકના તમામ મુસ્લિમ ધર્માવલંબિઓને ઓબીસીની રાજય યાદીમાં સામેલ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં મુસ્લિમોની વસતી 1ર.9ર ટકા છે અને રાજયમાં મુસ્લિમોને ધાર્મિક લઘુમતી માનવામાં આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક