• શનિવાર, 04 મે, 2024

સંપત્તિ પુનર્વિતરણ અંગે રાહુલ ગાંધીનો યુ ટર્ન

મેં ક્યારેય નથી કહ્યું કે...મોદી-ભાજપાના પ્રહાર બાદ કોંગ્રેસ નેતા બેકફૂટ પર

નવી દિલ્હી, તા.ર4 : આર્થિક સર્વે બાદ સંપત્તિ વહેંચણી અંગે તાજેતરમાં આપેલા નિવેદન પર કોંગ્રેસના નેતા  રાહુલ ગાંધીએ યુ ટર્ન લેતાં કહયુ છે કે મેં કયારેય એવું નથી કહ્યું કે અમે આવુ કરીશું. એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યંy કે દેશની 90 ટકા વસતી સાથે અન્યાય થઈ રહ્યો છે. મેં આવી વાત ઉઠાવતાં જ પ્રધાનમંત્રી અને ભાજપાએ મારા પર હુમલા શરૂ કરી દીધા.

વેલ્થ સર્વે મામલે અગાઉ કરેલી ટિપ્પણી અંગે બચાવ કર્યો કે તેઓ માત્ર એટલું જાણવા ઈચ્છતાં હતા કે દેશમાં કેટલો અન્યાય થઈ રહયો છે. બુધવારે દિલ્હીના જવાહર ભવનમાં સામાજિક ન્યાય સંમેલનને સંબોધતા કહ્યંy કે મેં એવુ કહ્યંy નથી કે અમે આવું કરીશું. હું એ કહી રહ્યો છું કે ચાલો તપાસ કરીએ કે કેટલો અન્યાય થયો છે ? મેં ખાલી એટલું કહ્યંy કે કેટલો અન્યાય થયો અને તેના પર પ્રધાનમંત્રીએ શું પ્રતિક્રિયા આપી. તેઓ કહી રહ્યા છે કે દેશને તોડવાનો પ્રયાસ છે.  તેમણે વધુમાં કહ્યંy કે જે લોકો ખુદને દેશ ભક્ત કહે છે તેઓ જાતિગત જનગણનાના એક્સ રેથી ડરેલા છે. કોઈ પણ તાકાત જાતિગત જનગણનાને રોકી ન શકે. 90 ટકા વસતી જેમની સાથે અન્યાય થયો છે તેમના માટે ન્યાય સુનિશ્ચિત કરવાનું તેમના જીવનનું મિશન છે.

મોદી અને ભાજપ વાસ્તવિક મુદ્દે બોલતા નથી : પ્રિયંકા

લોકસભા ચૂંટણી માટે તા.26મીએ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. આ દરમિયાન આજે કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી કેરળનાં વાયનાડમાં પોતાના ભાઈ અને કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી માટે પ્રચાર રેલીને સંબોધવા ગયા હતા. જેમાં પ્રિયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવેદનની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને અન્ય ભાજપ નેતાઓનાં નિવેદનોથી સ્પષ્ટ છે કે, તેઓ જનતાની સમસ્યાઓ વિશે કોઈ વાત કરવાનાં નથી. તે વાસ્તવિક મુદ્દા ઉપર વાત કરતા જ નથી. તેઓ રોજ એક એવો નવો મુદ્દો લઈને આવે છે જેને પ્રજાનાં જીવન સાથે કોઈ નિસ્બત જ નથી. એ વિષયને વિકાસ સાથે કોઈ જ સંબંધ હોતો નથી. મીડિયાને પણ તે આવા મુદ્દે વાત કરવા મજબૂર બનાવી નાખે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક