પુત્રએ છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યું
જૂનાગઢ તા.6 : જૂનાગઢના સંઘાડીયા
બજાર વિસ્તારમાં આવેલી દરગાહના મુંજાવરે એક હિન્દુ પીડિતાને પુત્રી ગણાવી ધર્મ પરિવર્તન
કરાવાયાનું બહાર આવતા પોલીસે ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ ગુનાનો ઉમેરો કરી આ
અંગે જિલ્લા પોલીસ વડાએ તટસ્થ તપાસ માટે સીટની રચના કરી છે.
અહીંના સંઘાડીયા બજાર વિસ્તારમાં
રહેતી એક હિંદુ પીડિતાને કોઇએ બીમારીમાંથી છુટકારો મેળવવા નજીકમાં આવેલી મોનાલીસા પીરની દરગાહે દર્શન કરવાની
સલાહ આપતા આ પીડિતા દરરોજ દરગાહે દર્શન કરવા જવાનો ક્રમ શરૂ કર્યો હતો. આ મહિલા રોજ
દરગાહે દર્શન કરવા આવતા દરગાહના મુંજાવર જાવીદ કરીમએ પુત્રી હોવાનો દાવો કરી ધર્મ પરિવર્તન
કરાવ્યું હતું. લીલા કલરના ઘોડા, દરગાહના ફોટા, કલમાની બુક, બુરખો,નમાઝ પઢવાનુ આસન
વિગેરે આપ્યા હતા. આ પીડિતાની એકલતાનો લાભ લઈ મૂંજાવરના પુત્ર વાહીદએ મહિલા પાસે લગ્નનો
પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તેનો ઇનકાર કરતા આ શખસે બળજબરીપૂર્વક છરીની અણીએ તેના પર
દુષ્કર્મ ગુજારી ન્યૂડ ફોટા મોબાઇલમાં ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર અલગ અલગ
જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે મુંજાવરને ફરિયાદ કરતા ધમકી આપી હતી.
આ અંગે એ ડિવિઝન પોલીસમાં ગત
તા.28ના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. અને પીડિતાનું
કોર્ટમાં નિવેદન લેવાતા ત્યાં મહિલાએ પોતાનુ મુંજાવરે ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાની
કબૂલાત કરતા પોલીસે મહિલાના ઘરે તપાસ કરતા ધર્મ પરિવર્તન કરાવેલી ત્યારે આપેલી ચીજ
વસ્તુઓ કબજે કરી હતી અને જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ આ અંગે તટસ્થ તપાસ કરવા માટે
ડીવાયએસપી હિતેશ ધાધલીયાની આગેવાનીમાં સીટની રચના કરવામાં આવી છે.