મહાભારત
અને ચાણક્યના અર્થશાત્રને યૂનેસ્કોની યાદીમાં સ્થાન
12મી
સદીમાં રચિત રાજતરંગિણી પણ યૂનેસ્કોના રજીસ્ટરમાં સામેલ થયું : ભારત માટે મોટી ઉપલબ્ધિ
નવી
દિલ્હી, તા. 6 : દુનિયાના સૌથી મોટા મહાકાવ્ય અને ઐતિહાસિક ધાર્મિક ગ્રંથ મહાભારત સહિત ત્રણ ગ્રંથોની પાંડુલિપિઓને
યૂનેસ્કોએ પોતાના સ્મૃતિ રજીસ્ટરમાં સામેલ કર્યા છે. મહાભારત ઉપરાંત યાદીમાં કલ્હણ
દ્વારા 12મી સદીમાં રચિત ઐતિહાસિક ગ્રંથ રાજતરંગિણી અને શાસન તેમજ રાજ્ય સંચાલન ઉપર
આધારિત કૌટિલ્યના અર્થશાત્રનું નામ સામેલ છે. આ ગ્રંથોને યૂનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક રીજનલ
રજીસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે. <પીઆઈબી સંસ્કૃતિએ એક્સ ઉપર ઘોષણા કરી હતી અને
યૂનેસ્કોના પ્રમાણપત્રની તસવીરો શેર કરી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત
માટે અત્યંત ગર્વની ક્ષણ છે. રાજતરંગિણી, મહાભારત અને અર્થશાત્રને યૂનેસ્કોએ મેમોરી
ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક રીજનલ રજિસ્ટરમાં સામેલ કર્યા છે. આ ભારતના સમૃદ્ધ સભ્યતાગત
વારસાને વૈશ્વિક સ્તરે માન્યતા મળવાની દિશામાં સિમાચિહ્ન રૂપ ઉપલબ્ધિ છે. ઈન્દિરા ગાંધી
રાષ્ટ્રીય કલા કેન્દ્ર (આઈજીએનસીએ)એ કહ્યું હતું કે આ નિર્ણય ઈન્ડોનેશિયાના જકાર્તામાં
આયોજીત મેમોરી ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક રીજનલ રજીસ્ટરના 11મા સત્રમાં લેવામાં આવ્યો
હતો.
એક
અધિકારી અનુસાર ત્રણેય કાર્ય માટે નામાંકન દસ્તાવેજ તૈયાર કરવામાં આઈજીએનસીએએ મહત્વની
ભૂમિકા ભજવી હતી. ત્રણેય ગ્રંથોનું યૂનેસ્કોની
યાદીમાં સામેલ થવું ભારતની ઐતિહાસિક સ્મૃતિ, ધર્મની શાશ્વત અવધારણા અને રાજ્ય સંચાલનની
સમૃદ્ધ પરંપરને આતંરરાષ્ટ્રીય સ્તરે મળેલી માન્યતા છે. આ નવીન ઉપલબ્ધિ સાથે ક્ષેત્રીય
રજીસ્ટરમાં ભારતની વસ્તુઓની કુલ સંખ્યા છએ પહોંચી છે.