નવી
દિલ્હી, તા. 6 : દેશમાં યુપીઆઈ પેમેન્ટ હંમેશાં માટે મફત રહેશે કે કેમ તે અંગે કેન્દ્ર
સરકારે સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના
જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે, વેપારીઓને ક્યારેય પણ ‘શૂન્ય ખઉછ’ (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ
રેટ)ની કાયમી વ્યવસ્થા કે મફત લેવડ-દેવડનું કોઈ સત્તાવાર આશ્વાસન આપવામાં આવ્યું નહોતું.
સાથે જ સરકારે 2000 રૂપિયાથી વધુના કેટલાક યુપીઆઈ લેવડ-દેવડ પર શુલ્ક (ખઉછ) વસૂલવાના
પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.
વકીલ
અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે સોગંદનામું
રજૂ કર્યું છે. અરજીમાં ખઉછની સંશોધિત વ્યવસ્થાને મૌલિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવવામાં
આવી હતી, જેને ફગાવતાં સરકારે જણાવ્યું છે કે, વેપારીઓને સતત શૂન્ય ખઉછ વ્યવસ્થા ચાલુ
રાખવાનું કોઈ વિશેષ આશ્વાસન અપાયું નહોતું અને આ માટે અપાતી સબસિડી સરકારના વિવેક પર
નિર્ભર હતી.
સરકારના
જણાવ્યાનુસાર એમડીઆરની સંશોધિત વ્યવસ્થા વેપારીઓના વ્યવસાય કરવાના અધિકાર પર કોઈ અયોગ્ય
પ્રતિબંધ નથી મૂકતી. બંધારણ એ વાતની ગેરંટી નથી આપતું કે, વેપાર સાથે જોડાયેલી સુવિધાઓ
હંમેશાં મફત જ મળશે.
કોઈ
શુલ્ક લાગવાનાં કારણે વેપારીના નફામાં ઘટાડો થવો એ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન નથી અને
વેપારીઓ એમડીઆરનો બોજ ગ્રાહકો પર પણ નાખી શકે નહીં.
સરકારે
લેવડ-દેવડની રકમ અને વ્યાવસાયિક શ્રેણીના આધારે અલગ વ્યવસ્થાને યોગ્ય ઠેરવતાં જણાવ્યું
છે કે, સામાન્ય રિટેઈલ લેવડ-દેવડ અને નાના વેપારીઓ પર વધારાનો બોજ ન પડે તે માટે
2000 રૂપિયા સુધીના ઙ2ખ (પર્સનલ ટુ મર્ચન્ટ) લેવડ-દેવડ પર શૂન્ય ખઉછ રાખવામાં આવ્યો
છે. મોટા મૂલ્યની લેવડ-દેવડ પર મામૂલી શુલ્ક લગાવી શકાય છે, કારણ કે, આવા વેપારીઓ આ
શુલ્ક વહન કરવાની સારી સ્થિતિમાં હોય છે.
છીઙફુ
ડેબિટકાર્ડ અને ઞઙઈંની ટેક્નોલોજી તથા ખર્ચનું માળખું અલગ હોવાથી બંને સાથે અલગ વ્યવહાર
કરાઈ રહ્યો છે. છીઙફુ પર ઝીરો ખઉછ રાખવાનો હેતુ સ્વદેશી કાર્ડ નેટવર્કને પ્રોત્સાહન
આપવાનો છે.
મફત
ડિજિટલ પેમેન્ટની આર્થિક કિંમત વિશે વાત કરતાં સરકારે જણાવ્યું કે શૂન્ય ખઉછ વ્યવસ્થાથી
પ્રોસાસિંગનો ખર્ચ ખતમ નથી થયો, પરંતુ તેનો નાણાકીય બોજ સરકાર પર આવ્યો છે. નાણાકીય
વર્ષ 2021-22થી 2024-25 વચ્ચે ઝીરો ખઉછ લેવડ-દેવડ માટે હસ્તગત કરનારી બેન્કોને
8730 કરોડ રૂપિયાના પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લાંબા સમય
સુધી ટકાવી રાખવા, સાયબર સુરક્ષા મજબૂત કરવા
કાયમી મોડેલ જરૂરી છે.