કર્ણાટક
સરકારે કરાવ્યા લેબ ટેસ્ટ : તમામ સેમ્પલમાં 20 ટકાથી વધુ ઈથેનોલ
નવી
દિલ્હી, તા. 6: પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રિત કરવાનો વિવાદ શમવાનું નામ લેતો નથી. સરકાર
અને ઓઈલ કંપનીઓનો દાવો છે કે, પેટ્રોલમાં ફક્ત 20 ટકા ઈથેનોલ ભેળવવામાં આવે છે પણ કર્ણાટક
સરકારે દાવો કર્યો છે કે, ઓઈલ કંપનીઓ પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદાથી વધુ ઈથેનોલ મેળવી
રહી છે.
તાજેતરમાં
કર્ણાટક સરકારે અલગ-અલગ પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલનાં નમૂના લઈને તેનાં ટેસ્ટ કરાવ્યા
હતાં. આ ટેસ્ટમાં કોઈપણ પેટ્રોલ પંપ ઉપરથી લેવામાં આવેલા સેમ્પલમાં 20 ટકા મિશ્રણવાળુ
પેટ્રોલ મળ્યું નહોતું. તમામ સ્થાને આ નિર્ધારિત સીમા કરતાં વધુ ઈથેનોલ જોવા મળ્યું
હતું. રાજ્ય સરકારનાં જણાવ્યા અનુસાર આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલ, નાયરા અને શેલ જેવી
કંપનીઓનાં પેટ્રોલ પંપો ઉપરથી કુલ 63 સેમ્પલ મેળવવામાં આવ્યા હતાં.
આની
તપાસમાં સાત જિલ્લામાંથી ઈથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ મળ્યું છે. કેટલાક સ્થાને તો
આ મેળવણ 31.2 ટકા સુધી પહોંચી ગયું હતું. કર્ણાટક સરકારનાં કહેવા અનુસાર આ બધા રિપોર્ટ
કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, ઓઈલ કંપનીઓ પાસેથી
ઈથેનોલ મિશ્રણ અંગે સ્પષ્ટ જવાબ નહીં મળવાનાં કારણે તેનાં દ્વારા આ પરીક્ષણો અને ચકાસણી
હાથ ધરવામાં આવી હતી.