કોવિડ વખતે હતી તે જોગવાઇ પુન: શરૂ; ‘એર સુવિધા’ ફોર્મ ફરજિયાત
નવી દિલ્હી, તા. 2 : વદેશથી ભારત
પ્રવાસ કરતા તમામ મુસાફરો માટે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય
દ્વારા એક મહત્ત્વની એડવાઈઝરી જાહેર કરાઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય સુરક્ષા
અને સાવચેતી જાળવવાના હેતુથી એર સુવિધા 2.0 પોર્ટલ પર સેલ્ફ-ડિક્લેરેશન (સ્વયં-ઘોષણા)
ફોર્મ ભરવાનું ફરીથી ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સાથે જ સરકારે આ પોર્ટલના નામે
ચાલી રહેલી નકલી અને બોગસ વેબસાઈટ્સ સામે મુસાફરોને કડક ચેતવણી પણ આપી છે.
કોવિડ-19 મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય
મુસાફરોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે સરકારે પ્રથમવાર ‘એર સુવિધા’ પોર્ટલ શરૂ કર્યું
હતું ત્યારબાદ સ્થિતિ સામાન્ય થતાં નવેમ્બર 2022માં આ પોર્ટલ પર ફોર્મ ભરવાનો નિયમ
બંધ કરી દેવામાં આવ્યો હતો.
નવી ગાઈડલાઈન અનુસાર, વિદેશથી
ભારત આવતા તમામ મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવું અનિવાર્ય છે. આ નિયમમાં કોઈને પણ
છૂટ આપવામાં આવી નથી, એટલે કે: ભારતીય પાસપોર્ટ
ધારકો (જેઓ વિદેશ ગયા હોય અને પરત ફરતા હોય)
ઓસીઆઈ (ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા) કાર્ડધારકો વિદેશી પાસપોર્ટ ધરાવતા અન્ય તમામ મુસાફરો આ તમામે
પોતાની ફ્લાઈટમાં બોર્ડિંગ/ડિપાર્ચર પહેલાં અથવા ભારતમાં ઉતરાણના મહત્તમ 72 કલાક સુધીમાં
આ ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મમાં દરેક મુસાફરે પોતાની વ્યક્તિગત વિગતો,
પાસપોર્ટ નંબર, ફ્લાઈટની માહિતી અને તાજેતરના પ્રવાસ તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સાચી માહિતી
આપવાની રહેશે.