• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

PSLનું શેડયૂલ જાહેર: IPL સાથે ટક્કર

પીસીબીને ફરી જંગી આર્થિક ફટકો પડવાની ભીતિ

 કરાંચી, તા.8 : પાકિસ્તાન સુપર લીગની 12મી સીઝન વર્ષ 2027માં 18 માર્ચથી 2 મે દરમિયાન રમાશે. આ સત્તાવાર જાહેરાત સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાં સતત ત્રીજા વર્ષે પીએસએલ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ સામસામે ટકરાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ફ્રેન્ચાઇઝી માલિકો વચ્ચે યોજાયેલી લાંબી મંત્રણા બાદ આ તારીખો નક્કી કરવામાં આવી છે. જોકે આ નિર્ણયની સાથે જ બ્રોડકાસ્ટિંગ રેવન્યૂ અને સ્પોન્સરશિપની આવકને લઈને ક્રિકેટ વર્તુળોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે.

આઈપીએલનું નિયમિત આયોજન પણ માર્ચથી મે મહિનાની વિન્ડોમાં જ થતું હોવાથી વૈશ્વિક સ્તરે પ્રાયોજકો, ટીવી દર્શકો અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સંપૂર્ણ ધ્યાન ભારત તરફ કેન્દ્રિત રહેશે. આઇપીએલ સામે ટક્કર લેવાના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમજ પીએસએલ ટીમોને ફરી એકવાર નાણાકીય નુકસાન વેઠવું પડે તેવી સ્પષ્ટ સંભાવનાઓ દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા પર પણ તેની ગંભીર અસર પડી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક