બકરા ચરાવવા અને પાકને નુકસાનના વિવાદમાં સશસ્ત્ર હુમલો અને હવામાં બે રાઉન્ડ ફાયારિંગનો આક્ષેપ; એલસીબીની ટીમે રીબડા ખાતે વાડીએથી કરી ધરપકડ
ગોંડલ તા.9: ગોંડલ તાલુકાના સડક-પીપળીયા
ગામની સીમમાં ખેતરમાં બકરા ચરાવવા અને પાકને નુકસાન પહોંચાડવાના મુદ્દે થયેલી સશસ્ત્ર
મારામારી તથા ફાયારિંગના ચકચારી પ્રકરણમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી
છે. પૂર્વ ધારાસભ્ય મહિપતાસિંહના પૌત્ર અને આ કેસના ફરાર મુખ્ય આરોપી ધ્રુવરાજાસિંહ
રાજેન્દ્રાસિંહ જાડેજાને પોલીસે રીબડા ખાતે આવેલી તેની વાડીએથી ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત 3 ઓક્ટોબરની
રાત્રે આશરે 10:30થી 10:45 વાગ્યાના સમયગાળા દરમિયાન સડક-પીપળીયા ગામની સીમમાં બકરાઓ
દ્વારા પાકને નુકસાન થવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં
સામસામે મારામારી થઈ હતી. આ દરમિયાન લાકડીઓ અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડે હુમલો
કરાયો હોવાનો તેમજ દહેશત ફેલાવવા હવામાં બે રાઉન્ડ ફાયારિંગ કરવામાં આવ્યું હોવાનો
આક્ષેપ છે. બનાવ બાદ ગોંડલ તાલુકા પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ તપાસનો ધમધમાટ
શરૂ કર્યો હતો. પોલીસે અગાઉ કરણ સુનિયા બામણીયા, અરમાન મયુદ્દીન હોથી, સમીર કાસમ વિસળ
અને એક બાળ આરોપી સહિતના શખ્સોને પકડી પાડ્યા હતા. તપાસના ભાગરૂપે પકડાયેલા આરોપીઓને
ઘટનાસ્થળે લઈ જઈ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું, જેથી
હુમલો અને ફાયારિંગ અંગેની વિગતો મેળવી શકાય. દરમિયાન, ખાનગી બાતમીના આધારે એલસીબીની
ટીમે ફરાર આરોપી ધ્રુવરાજાસિંહ જાડેજાને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કેસમાં
અન્ય ફરાર આરોપીઓની સંડોવણી અંગે પોલીસની તપાસ હજુ ચાલુ છે.