બેટ્સમેન સમય બગાડશે તો વિરોધી ટીમને 5 પેનલ્ટી રન મળશે
નવી
દિલ્હી, તા.1 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ગુરુવારે ક્રિકેટના નિયમોમાં સુધારા
જાહેર કરવામાં આવ્યા છે. રમતની ગતિ જાળવી રાખવા અને સમયનો વ્યય અટકાવવા માટે આઈસીસીએ
બેટ્સમેનોની ધીમી રમત પર અંકુશ મૂક્યો છે. નવા નિયમ મુજબ હવે જો કોઈ બેટ્સમેન ક્રિઝ
પર સમયનો બગાડ કરશે તો ફિલ્ડિંગ ટીમને વધારાના 5 પેનલ્ટી રન ફાળવવામાં આવશે. આ સાથે
જ ખરાબ પ્રકાશના કારણે ટેસ્ટ મેચોમાં રમત રોકાઈ જવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ડે
ટેસ્ટ મેચોમાં પિંક બોલના ટ્રાયલને પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ તમામ નવા નિયમો
1 ઓક્ટોબર, 2026 કે ત્યાર બાદ શરૂ થનારી તમામ આંતરરાષ્ટ્રીય શ્રેણીઓથી લાગુ થઈ ગયા
છે, જ્યારે હાલમાં ચાલુ શ્રેણીઓ જૂના નિયમો અનુસાર જ રમાશે.
નવા
નિયમોને ટૂંકમાં જાણીએ તો ખરાબ પ્રકાશને લીધે રમત અટકતી રોકવા બંને ટીમની પૂર્વ સંમતિથી
સમગ્ર ડે ટેસ્ટ પિંક બોલથી રમાડવાની મંજૂરી મળશે. હવે પુરુષ, મહિલા અને અંડર-13 જૂથ
માટે બોલના વજન અને કદના અલગ-અલગ માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. વિકેટ પર થ્રો
કરીને રન રોકવાના પ્રયાસને જ ઓવરથ્રો ગણાશે, સાથી ખેલાડી તરફ બોલ ફેંકતી વેળા થયેલી
સામાન્ય મિસફિલ્ડ ઓવરથ્રો નહીં કહેવાય.
આ ઉપરાંત
વિકેટ તોડતી વખતે ફિલ્ડરનો બોલ પર સંપૂર્ણ અંકુશ હોવો અનિવાર્ય રહેશે, માત્ર બોલ અડી
જવાથી બેટ્સમેન આઉટ નહીં અપાય. ટેસ્ટમાં દિવસની અંતિમ ઓવરમાં વિકેટ પડે તો પણ રમત પૂરી
નહીં થાય, અનુકૂળ સંજોગોમાં ઓવરના બાકી બોલ તે જ દિવસે ફેંકવા પડશે. વિમેન્સ ક્રિકેટની
જેમ હવે મેન્સ વન-ડે અને ટી-20 મુકાબલામાં પણ ડ્રિંક્સ બ્રેક દરમિયાન ટીમના મુખ્ય કોચ
મેદાનમાં પ્રવેશ કરી શકશે.