કોમર્શિયલ બાટલાની કિંમતમાં 62.50 રૂપિયા વધારો
નવી દિલ્હી, તા. 1 : ઓક્ટોબર
મહિનાની શરૂઆત સાથે જ આમ આદમી અને વેપારીઓ પર મોંઘવારીનો તગડો ઝાટકો વાગ્યો છે. ઓઈલ
માર્કાટિંગ કંપનીઓએ સવારે જ એલપીજી સિલિન્ડરના
નવા ભાવ જાહેર કર્યા છે. આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો પૂર્વે જ 19 કિલોના કોમર્શિયલ
ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 62.50 નો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
સતત બીજા મહિને થયેલા આ ભાવવધારાથી
હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને કેટારિંગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે મુશ્કેલી
ઊભી થઈ છે, કારણ કે આ વધારાથી તેમનું પ્રોડક્શન કોસ્ટ વધી જશે અને પરિણામે બહાર ખાવાનું
મોંઘું બની શકે છે..
દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર
રૂ. 62.50 મોંઘો થઈને હવે રૂ. 2,810 ના સ્તરે પહોંચી ગયો છે. આ પહેલાં સપ્ટેમ્બરના
પ્રારંભે પણ તેમાં રૂ. 9.50 નો વધારો થયો હતો.
પટના માં બિહારની રાજધાની પટનામાં દેશનો સૌથી મોંઘો કોમર્શિયલ સિલિન્ડર મળી રહ્યો છે, જ્યાં ભાવ રૂ. 3,029 થી ઉછળીને સીધો રૂ. 3,100.50 થઈ ગયો છે.